Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

આજે- કાલે રાજયના અમુક ભાગોમાં ભારે તો કોઈક સ્થળોએ હળવાથી મધ્યમ વરસશે

સૌરાષ્ટ્ર અને ઉત્તર- દક્ષિણ ગુજરાતમાં વધારે શકયતાઃ હવામાન ખાતુ

રાજકોટઃ હવામાન વિભાગ દ્વારા આગામી ચાર- પાંચ દિવસ રાજયભરમાં વરસાદની આગાહી કરાઈ છે. આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદ સાથે ૪૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજયના આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.જયારે આવતીકાલે રાજયના અમુક ભાગોમાં ભારે તો અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

(3:29 pm IST)