Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

સુરતમાં કોરોનાના કારણોસર મોડેલિંગનું કામ ન મળતા યુવાને ઘરમાં જુગારધામ શરૂ કર્યું

સુરત, : શહેરમાં કોરોનાને લીધે મુંબઈમાં લાંબા સમયથી લોકડાઉનને લીધે કામ મળતું ન હોય મોડેલીંગ કરતા સુરતના સુમુલ ડેરી રોડ સ્થિત સહયોગ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં જ જુગારધામ શરૂ કરી દીધું હતું. કતારગામ પોલીસે ગુરુવારે સાંજે તેના ઘરે રેઇડ કરી જુગાર રમતા મોડેલ, તેની માતા, અન્ય ત્રણ મહિલા સહિત 7 ને ઝડપી પાડી રોકડા રૂ.85,550. છ મોબાઈલ ફોન મળી કુલ રૂ.1,77,550 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કતારગામ પોલીસે ગતસાંજે સુમુલ ડેરી રોડ સહયોગ સોસાયટી મકાન નં.59 ના બીજા માળે એક બંધ રૂમમાં રેઈડ કરી હતી. પોલીસે ત્યાં જુગાર રમાડતા અને રમતા વિરલ કિરીટભાઈ રૂપારેલીયા (ઠક્કર) ( ઉ.વ.27 ) , તેની માતા નયનાબેન ( ઉ.વ.45 ) ઉપરાંત રત્નકલાકાર મયુર બાબુભાઈ પરમાર ( ઉ.વ.28, રહે. ઘર નં.202, બંસી એપાર્ટમેન્ટ, કલાકુંજ સોસાયટી, કાપોદ્રા, સુરત.મુળ રહે.જોશીપરા સોસાયટી, જુનાગઢ ), સંચા મશીનકામ કરતા રાજેશ બોધાભાઈ કાતરીયા ( ઉ.વ.40, રહે.ઘર નં.103, મોતીનગર સોસાયટી, એલ.પી.સવાણી સ્કુલની બાજુમાં, વરાછા, સુરત. મુળ રહે.માંડલ, તા.રાજુલા, જી.અમરેલી ), નીતાબેન વ્રજલાલભાઈ ઉર્ફે વિજયભાઇ દડાણીયા ( ઉ.વ.45, રહે.ઘર નં. બી-14, ઓમ ટાઉનશીપ, પાસોદરા ગામ, સુરત.મુળ રહે.રંગપુર, તા.કેશોદ, જી.જુનાગઢ ), કેતનાબેન ઉર્ફે ચેતનાબેન ગોવિંદભાઇ માંડવીયા ( ઉ.વ.45, રહે.ઘર નં.214, સ્વામીનારાયણ સોસાયટી ગેટ નં.9, રેણુકા ભવનની બાજુમાં, વરાછા, સુરત. મુળ રહે.અનિડા, તા.ગોંડલ, જી.રાજકોટ ) અને હંસાબેન ઉર્ફે મનિષાબેન મનસુખભાઇ ઉર્ફે બાવનજીભાઇ ધમસાણીયા ( ઉ.વ.55, રહે.ઘર નં. બી-102,કેવલધામ એપાર્ટમેન્ટ, રણુજાધામ પાસે, પુણાગામ, સુરત. મુળ રહે.ઉપલેટા, જી.રાજકોટ ) ને જુગાર રમતા ઝડપી લીધા હતા.

 

(5:11 pm IST)