Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વડોદરા: પોલિટેક્નિક કોલેજ નજીકથી બાઈક લઈને પસાર થઇ રહેલ નિવૃત દંપતી પૈકી પત્નીનું પર્સ લૂંટી ગઠિયા ફરાર

વડોદરા:પોલિટેકનિક કોલેજ પાસે મોડી સાંજે સ્કૂટર પર પસાર થતાના નિવૃત એરપોર્ટ દંપતિ પૈકી પત્નીનું પર્સ લૂંટનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કારેલીબાગમાં રહેતા નિવૃત્ત એરફોર્સ ઓફિસર વિરેશભાઈ અગ્રવાલે પોલીસને જણાવ્યું છે કે, હું તેમજ મારા પત્ની સ્કૂટર ઉપર પોલિટેકનિક કોલેજ રોડ પરથી પસાર થતા હતા ત્યારે બાઇક ઉપર આવેલો ગઠિયો મારા પત્નીના ખભે ભેરવેલુ પર્સ લૂંટી ફરાર થઈ ગયો હતો.

આ ગઠીયાનો પીછો કર્યો હતો પરંતુ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પર્સમાં રોકડા રૂપિયા 500, મોબાઇલ અને અન્ય મતા મુકેલા હતા. એરફોર્સ અધિકારીએ બાઇકનો નંબર જોઈ લઈ પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:14 pm IST)