Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વડોદરાના દંતેશ્વરમાં દુકાન માલિકની નજર સેરવી ગઠિયો 35 હજારની ચોરી કરી ફરાર....

વડોદરા: શહેરના દંતેશ્વરમાં દુકાન માલિકની નજર ચૂકવીને ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો કાઉન્ટરમાંથી રોકડા ૩૫ હજાર ચોરી ગયો હતો.જે અંગે વેપારીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

દંતેશ્વર ગામના કૃષ્ણ શેરી,વચલા ફળિયામાં રહેતા બિપીનચંદ્ર કાંતિલાલ શાહ દંતેશ્વર તળાવ  પાસે છેલ્લા ૪૦ વર્ષથી બરોડા ડેરીનું કેન્દ્ર ચલાવે છે.બિપીન શાહે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,આજે સવારે ચાર વાગ્યે મારો  પુત્ર પીયૂષ શાહે દંતેશ્વર તળાવ પાસે આવેલા દૂધ કેન્દ્રની દુકાન ખોલી હતી.બરોડા ડેરીમાંથી ૯૩ કેરેટ દૂધ તથા છાશ આવી હતી.મારા છોકરાને નોકરી પર જવાનું હોય હું સવારે સાડા આઠ વાગ્યે ઘરેથી દુકાન પર આવ્યો હતો.ત્યારબાદ મારો  પુત્ર ઘરે જતો રહ્યો હતો.મારો પુત્ર પીયૂષ બરોડા ડેરીમાં ભરવા માટે ૩૫ હજાર રૃપિયા મને આપી ગયો હતો.જે રૃપિયા મેં મારી દુકાનના કાઉન્ટરમાં મુક્યા હતા.હું દુકાને એકલો જ હતો.

 

(5:18 pm IST)