Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મહિલાના ૧૯ અંગો, ટીસ્યુના દાનથી અનેકને નવજીવન

ગણદેવીનાં મહિલા બ્રેઈન ડેડ જાહેર થયા હતા : ૫૫ વર્ષીય મહિલાનું અચાનક બ્લડ પ્રેશન વધતાં તેમને લકવાની અસરને લીધે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

સુરત, તા.૧૯ : નવસારી જિલ્લાના ગણદેવીના ખેડૂત પરિવારના ૫૫ વર્ષીય મહિલા કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલનું ૩જી જૂનના અચાનક બ્લડ પ્રેશર વધી જવાને કારણે લકવાની અસર જણાતા દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ન્યુરોસર્જને સીટી સ્કેન બાદ બ્રેઈન હેમરેજ જાહેર કર્યા હતા.

સુરતમાં છેલ્લા બાર દિવસમાં ૧૯ અંગો અને ટીસ્યુઓનું દાન મળતા અનેક લોકોને નવુજીવન મળ્યું છે.

સુરતની ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કલ્પનાબેનના પુત્ર પ્રતિક પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી, બાદમાં કલ્પનાબેનના પુત્ર પ્રતીકે જણાવ્યું હતું કે મારા મમ્મી ખુબજ માયાળુ સ્વભાવના અને ધાર્મિક હતા. તેઓ જીવનમાં હંમેશા બીજી વ્યક્તિઓને ખુશ જોવા માંગતા હતા.

આજે જયારે મારા મમ્મી બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓના મોઢા ઉપર ખુશી લાવી શકાય તો તે મોટી સેવા ગણાશે.

(9:18 pm IST)