Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય : અમદાવાદથી નવી દિલ્હી અને મુંબઈને જોડતી દૈનિક ટ્રેનો શરૂ કરાશે

અમદાવાદ-નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ, અમદાવાદ-દાદર સ્પેશિયલ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ વિશેષ ત્રિ-સાપ્તાહિક ટ્રેનો દૈનિક દોડશે

અમદાવાદ : દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી રહી છે  તબક્કાવાર પ્રતિબંધો પણ દુર થઇ રહ્યા છે. તેવામાં પશ્ચિમ રેલવે દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી બંધ ટ્રેનો તબક્કા વાર ચાલુ કરવામાં આવી રહી છે.  દેશની રાજકીય રાજધાની અને આર્થિક રાજધાનીને અમદાવાદ સાથે જોડતી કેટલીક બંધ ટ્રેનો પણ હવે શરુ કરવાનો નિર્ણય પશ્ચિમ રેલ્વે દ્વારા કરવામાં આવ્યો છે.

કોરોનાનો કહેર ઘટતા અને જન જીવન સામાન્ય થતાકોરોના ગાઈડ લાઈન સાથે ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ આગામી સૂચના સુધી અમદાવાદ-નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ, અમદાવાદ-દાદર સ્પેશિયલ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ વિશેષ ત્રિ-સાપ્તાહિક ટ્રેનો દૈનિક ચલાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેનોના સ્ટોપેજ, ઓપરેટિંગ ટાઇમ, સ્ટ્રક્ચર, ફ્રિક્વન્સી અને ઓપરેશનલ દિવસોની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત કરી શકે છે.

આ સ્પેશિયલ ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને મુસાફરી દરમિયાન કોરોના ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરી છે.

*આ તારીખથી દોડશે દૈનિક ટ્રેન *

ટ્રેન નંબર 02957 અમદાવાદ-નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ 28 જૂન

ટ્રેન નંબર 02958 નવી દિલ્હી-અમદાવાદ રાજધાની સ્પેશિયલ 29 જૂન

ટ્રેન નંબર 09202 અમદાવાદ-દાદર સ્પેશિયલ 27 જૂન

ટ્રેન નંબર 09201 દાદર-અમદાવાદ સ્પેશિયલ 28 જૂન

ટ્રેન નંબર 02972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ 29 જૂન

ટ્રેન નંબર 02971 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલ 29 જૂન

ટ્રેન નંબર 09218 વેરાવળ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 28 જૂન

ટ્રેન નંબર 09217 બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સ્પેશિયલ 30 જૂન

(9:38 pm IST)