Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મોટી રાહત : રાજ્યના 10 જિલ્લામાં કોરોનાનો માત્ર એક - એક કેસ નોંધાયો: 4 જિલ્લામાં એક પણ નવો દર્દી નહીં

અમદાવાદ : આજે કોરોનાના નવા કેસમાં મોટી રાહત મળી છે સાથે રાજ્યના 10 જિલ્લામાં માત્ર એક - એક કેસ જ સપાટી પર આવ્યા છે. જ્યારે 4 જિલ્લામાં એક પણ નવો દર્દી નોંધાયો નથી.
 આજે અરવલ્લી, છોટા ઉદેપુર, દાહોદ અને ડાંગમાં કોઈ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે જ ભાવનગર શહેર અને અમદાવાદ ગ્રામ્યમાં પણ આજે શૂન્ય કેસ રહ્યા છે. રાજ્યના 10 જિલ્લા આણંદ - બોટાદ - દેવભૂમિ દ્વારકા - મહિસાગર - મહેસાણા - મોરબી - નર્મદા - સુરેન્દ્રનગર - તાપી અને ભાવનગરમાં માત્ર એક જ કેસ  નોંધાયો છે .

(9:40 pm IST)