Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

કોરોનાના કારણે ઘણા સમયથી બંધ રાજપીપળા સ્પોર્ટ કોમ્પલેક્ષ તા.૧૯ જૂનથી ખુલ્લું મુકાતા લોકોમાં આનંદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સરકારી ઓવરા સામે આવેલુ સ્પોર્ટ કોમ્પ્લેક્સ કોરોના મહામારીના કારણે બંધ રહતા મોર્નિંગ વોકમાં જતા લોકોમાં નારાજગી જોવા મળી હતી ત્યારબાદ હાલ ઉપરથી ખુલ્લું મુકવાનો પત્ર આવતા સ્પોર્ટ કોમ્પલેક્ષ ખુલ્લું મુકાતા સ્થાનિકોમાં આનંદ જોવા મળ્યો છે
   સમગ્ર રાજ્ય સહિત રાજપીપળા શહેરમાં કોરોનાના કેસ નહિવત થતા અને સરકારે છૂટછાટ આપતા લાંબા સમયથી બંધ રાજપીપળા સ્પોર્ટ કોમ્પલેક્ષમાં કસરત કરવા જતાં શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી છે.થોડાક દિવસ પહેલા મોર્નિંગ વોકમાં જતા શહેરીજનો દ્વારા સ્પોર્ટ કોમ્પલેક્ષ ખુલ્લું મુકાઈ તે બાબતે રજુઆત કરાઈ હતી પરંતુ કોરોના મહામારીમાં સંક્રમણ ન વધે તે માટે ઉપરી સૂચના અનુસાર બંધ રખાયેલું સ્પોર્ટ સંકુલ ખુલ્લું કરવા માટે ઉપરી હુકમ આવતા આજથી ખુલ્લું મુકવામાં આવ્યું હોવાનું સિનિયર કોચ વિષ્ણુભાઈ વસાવા એ જણાવ્યું હતું.

(10:44 pm IST)