Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

સાગબારા માલતદાર કચેરીમાં પાર્ક કરેલી રૂ.20,000 કિંમતની મોટરસાયકલની ચોરી થતા ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારાની મામલતદાર કચેરીમાંથી બાઇકની ચોરી થતા બાઈક માલીકે ફરીયાદ નોંધાવી છે
  મળતી માહિતી મુજબ આખડીયા ભાઈ જલમસિંગ વસાવા (રહે.બોરડી ફળી,તા. સાગબારા) ની ફરીયાદ મુજબ સાગબારા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં તા. 17 જૂન બપોરે 3.15 વગે પાર્ક કરેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો.બાઈક નં. GJ.21.AK .8854 જેની આશરે કિ.રૂ.20,000 ની કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ જતા આજરોજ તા.19 જૂને તેમણે સાગબારા પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:49 pm IST)