Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

નર્મદા પોલીસનાં કોરોનાથી સાજા થયેલા ૧૮૭ અધિકારી, કર્મચારીઓને જરૂરી દવાઓનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વૈશ્વિક મહામારી બની ચુકી છે ત્યારે પોલીસની સેવા સૌથી કપરી અને સરાહનીય રહી છે તેવા સમયે પોલીસ પરિવારને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે રેન્જ આઈજીપી હરિકૃષ્ણ પટેલએ કરેલ સુચન મુજબ અને ઇ.ચા. જિલ્લા પોલીસ વડા ધર્મેદ્ર શર્માનાં હકારાત્મક માર્ગદર્શનમાં નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને નાયબ પોલીસ અધિક્ષક ચેતના એન. ચૌધરીની આગેવાનીમાં નર્મદા પોલીસનાં કોરોનાથી સાજા થયેલ ૧૮૭ પોલીસ કર્મીઓ અને અધિકારીઓને  મલ્ટી વિટામિન ટેબ્લેટ સહિતની દવાઓનું વિતરણ વિજય મેટરનિટી અને સર્જીકલ હોસ્પિટલ અને સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.
" પોલીસ અમારો મિત્ર એજ અમારો હેતુ " નાં સૂત્રને સાર્થક કરતા કોરોના વોરિયરની સેવા કાર્ય,સુરક્ષા સેતુ સોસાયટી , નર્મદા પોલીસ તેમજ વિજય મેટરનીટી એન્ડ સર્જિકલ હોસ્પિટલ રાજપીપલા અને સમાજ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે પોલીસ અધિક્ષક નર્મદાની કચેરી ખાતે કોરોના મહામારી દરમિયાન સંક્રમિત થઈ સાજા થયેલ ફ્રન્ટલાઈન વર્કર એવા પોલીસ કર્મચારીઓને મલ્ટી વિટામીન + ઝીંક તેમજ ફોલિક એસિડની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ જે કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષકનરાજેશ પરમાર ચેતના એન. ચૌધરી , પોલીસ ઇન્સ્પેક્ટર વી આર વસાવા તેમજ સમાજ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ દર્શનાબેન દેશમુખ સભ્ય તેજસ ગાંધી મહેશચંદ્ર દલાલ અને જયેશ દોશી સહીત ૧૦ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.
  અત્રે ઉલ્લેખનીય છે કે , Covid -19 મહામારીમાં નર્મદા પોલીસનાં ૧૮૭ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ પોતાની કોરોના વોરિયર તરીકેની ફરજ બજાવતા સંક્રમિત થયા હતા , જે તમામને  પોલીસ અમારો મિત્ર- એજ અમારો હેતુ " નાં સૂત્રને ચરિતાર્થ કરતા દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું , ઉપસ્થિત ટ્રસ્ટીઓએ નર્મદા પોલીસ પરિવાર કોરોનાથી સુરક્ષિત રહે તે માટે પ્રાર્થના કરી હતી .

(10:50 pm IST)