Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મુખ્યમંત્રીના અધિક જન સંપર્ક અધિકારી તરીકે હિતેષભાઇ પંડ્યાની નિમણુંક

મુખ્યમંત્રીના હોદ્દાની મુદત સુધી અથવા તેઓ ઈચ્છે ત્યાં સુધી સીધી- કરાર આધારિત નિમણુંક કરાઈ

અમદાવાદ :મુખ્યમંત્રીના અધિક જન સંપર્ક અધિકારી તરીકે હિતેષભાઇ પંડ્યાની નિમણુંક  કરાઈ છે મુખ્યમંત્રીના હોદ્દાની મુદત સુધી અથવા તેઓ ઈચ્છે ત્યાં સુધી સીધી- કરાર આધારિત નિમણુંક કરાઈ છે,

 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ રજનીકાંત પટેલના કાર્યાલય માટે સંદર્ભ (૧૧) પરના ઠરાવથી મંજૂર થયેલ ‘મુખ્યમંત્રીશ્ અધિક જનસંપર્ક અધિકારી (T૬૦,૦૦૦/- ફિક્સ પગાર)'ની જગ્યા ઉપર હિતેષ જે.પંડયાની તા.૧૩/૯/૨૦૨૧ના રોજ બપોર બાદથી માન. મુખ્યમંત્રીના હોદ્દાની મુદત સુધી અથવા તેઓ ઇચ્છે ત્યાં સુધી, એ બે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી; સીધી ભરતી- કરાર આધારિત નિમણૂંક કરવામાં આવે છે.

સંદર્ભ (૩) પરના સામાન્ય વહીવટ વિભાગના તા.૭/૦૨/૨૦૦૪ના ઠરાવની જોગવાઇ મુજબ પંડયાને એક વર્ષની મુદ્દતમાં કોમ્પ્યુટર વિષયની જાણકારી અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવાની શરતે આ નિમણૂંક આપવામાં આવે છે. પ્રસ્તુત નિમણુંકની અન્ય શરતો અને બોલીઓ નીચે મુજબ રહેશે.

શરતો/બોલીઓ:

(૧)  હિતેષ જે,પંડયાની આ નિમણૂંક તા.૧૩/૯/૨૦૨૧ના રોજ બપોર બાદથી મુખ્યમંત્રીના હોદ્દાની મુદત સુધી અથવા તેઓ ઇચ્છે ત્યાં સુધી, તે બે પૈકી જે વહેલું હોય તે મુદત સુધીની રહેશે અને તદનુસારની મુદત પૂર્ણ થયે, તેઓની આ નિમણુંકનો આપોઆપ અંત આવશે.

(૨) કરારના સમયગાળા દરમ્યાન ઉભય પક્ષે એક માસની નોટીસ અથવા એક માસની ફિક્સ પગારની રકમ સાથેનો નોટીસ પગાર/વેતન આપીને કરારનો અંત લાવી શકાશે.

(3)  હિતેષ જે. પંડયાને રૈ૬૦૦૦૦/-(અંકે રુપિયા સાઇઠ હજાર પુરા) ફિક્સ માસિક વેતન મળવાપાત્ર થશે.

(6:44 pm IST)