Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

શ્રી અવધૂત આશ્રમ,જૂના ગુવાર માંગરોલમાં ત્રણ માળનો આશ્રમ પાણીમાં ધરાશાઈ થતા સંતો ઘર વિહોણા

એક કરોડ જેવી કિંમતનો આશ્રમ અને લાખોનો સામાન પાણીમાં વહી ગયો,મકાન પાણીમાં ગરકાવ થતા મહારાજ સહિતનાં લોકો ઘર વિહોણા બન્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ડેમમાંથી પાણી છોડ્યા બાદ અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જતાં કરોડો નું નુકશાન થયું છે જેમાં નાંદોદ તાલુકાના અનેક ગામો માં મોટી તારાજી જોવા મળી હતી ત્યારે નાંદોદ તાલુકાના જુના ગુવાર,માંગરોલ ગામમાં આવેલા શ્રી અવધૂત આશ્રમનું ત્રણ માળનું મકાન પણ ધસમસતા પાણી માં સમાધિ લઈ લેતા આશ્રમ ની તમામ સામાન પાણીમાં વહી ગયો હતો અને આશ્રમનાં સાધુ સંતો ઘર વિહોણા બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

આશ્રમનાં મહારાજનું કહેવું છે કે એક કરોડ નાં ખર્ચે આ આશ્રમનું મકાન બન્યું હતું અને અંદર લાખોનો સામાન હતો એ બધું પાણીમાં વહી ગયું છે અને અમે મકાન વિના બહાર આવી ગયા છે.
 આશ્રમના સંત પપ્પુ બાબા નું કહેવું છે કે લાખો રૂપિયાનો સામાન આશ્રમ માં હતો એ તમામ વસ્તુઓ અને રોકડ રકમ પાણીમાં તણાઇ ગયા અને આશ્રમ નું ત્રણ માળ નું મકાન જેની કીમત એક કરોડ કરતાં વધુ હતી એ પાણી આવવાથી આખું મકાન તૂટી પડ્યું અને હવે અમે ત્યાં રહેતા બધા ઘર વિનાના થઈ ગયા છે.

 

(10:23 pm IST)