Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

આણંદ નજીક સંદેશર ગામે પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરી હત્યા કરનાર નરાધમ પતિ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: નજીક આવેલા સંદેશર ગામના કંકુડી વિસ્તારમાં આવેલા ઈન્દિરા કોલોનીમાં પતિએ પત્નીના ગર્ભમાં રહેલું બાળક મારું નથી તેવી શંકા રાખીને પત્નીનું હાથથી ગળુ દબાવીને હત્યા કર્યા બાદ પોતે જાતે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું ખુલવા પામતાં આ અંગે વિદ્યાનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ગત ૩૦મી ઓગષ્ટના રોજ સંદેશર ગામની ઈન્દિરા કોલોનીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા અલ્પેશભાઈ મનુભાઈ તળપદા (ઉ.વ. ૨૫)તથા તેનીપત્ની આરતીબેન સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમા મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને થતાં જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને બન્ને લાશો કબ્જે કરીને શંકાસ્પદ મોત હોય કરમસદની હોસ્પીટલમાં ફોરેન્સીક પીએમ કરાવવા માટે મોકલી આપી હતી. દરમ્યાન પોલીસે તપાસ કરતા મૃતક આરતીબેનના પેટમાં અઢી મહિનાનો ગર્ભ પણ હતો. જે અંગે પરિવારજનોની પુછપરછ કરતાં અલ્પેશ અને આરતીબેનના લગj ચારેક વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા. પરંતુ થોડો સમય સાસરીમાં રહ્યા બાદ આરતીબેન પોતાના પિયર જતી રહી હતી અને ત્રણેક મહિના પહેલા જ તેણીને સમાધાન કરીને તેડી લાવવામાં આવી હતી. દરમ્યાન તેણીના પેટમાં ગર્ભ હોવાની જાણ પતિ અલ્પેશને થતાં જ અઢી માસનો આ ગર્ભ તેનો નહી ંહોવાનું જણાવીને પત્ની સાથે ઝઘડતો હતો. દરમ્યાન બનાવના દિવસે આવેસમાં આવી ગયેલા અલ્પેશે પત્ની આરતીબેનનું હાથથી ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ તેણે જાતે જ ખાટલાની રસ્સી કાપીને તેના વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પીએમ રીપોર્ટમાં ઉક્ત વાતની પુષ્ટી મળતા આખરે વિદ્યાનગર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(6:12 pm IST)