Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

સાબરમતી નદીમાં નવા નીરની આવક : ધરોઈના ચાર દરવાજા 5 ફુટ ખોલાયા

સાબરમતી નદીમાં 28 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ

અમદાવાદ : ધરોઈ ડેમને લઈને સારા સમાચાર છે કે, ડેમ 92.79 ટકા ભરાઈ ચૂક્યો છે. ધરોઈ ડેમ મહત્તમ સપાટી નજીક પહોંચવાને લઈ હવે મોટી રાહત સર્જાઈ છે. ધરોઈ ડેમમાં પાણીની આવક મધ્યરાત્રી દરમિયાનથી નોંધપાત્ર થઈ હતી. જેને લઈ ધરોઈ ડેમમાં પાણીની આવક 28 હજાર ક્યુસેક કરતા વધારે નોંધાઈ હતી. આવક વધવાને લઈ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં એટલુ જ પાણી દિવસ દરમિયાન છોડવામાં આવ્યુ હતુ. આમ સાબરમતી નદીમાં 28 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.

(6:41 pm IST)