Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

દુનિયામાં ભૂમધ્ય રેખાના 8 ચક્કર લગાવે એટલી ગ્રામ્ય સડક મોદીના 8 વર્ષના કાર્યકાળમાં બનાવી

 કોંગ્રેસ પહેલા પોતાની પાર્ટી જોડે, પછી દેશ જોડવા નિકળે.:અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાહેર સભા સંબોધી:કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

અંકલેશ્વરના ગડખોલ પાટિયા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ઝાંઝવતી પ્રચાર કર્યો હતો. તેમણે દેશમાં મોદી સરકારે જન જન અને વિકાસના કામોની કરેલી વિકાસ ગાથા વર્ણવી હતી ભારત જોડો યાત્રા લઈ નીકળેલી કોંગ્રેસને પેહલા પોતાની પાર્ટીને જોડવા ટકોર કરી રહી હતી.

 અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાહેર સભા સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાહેર સભા સંબોધી હતી. અંકલેશ્વરના ગડખોલ પાટીયા ખાતે યોજાયેલ જાહેરસભામાં અંકલેશ્વર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જે.પી.નડ્ડાએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જિતાડવા અપીલ કરી હતી.ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, કોંગ્રેસ પહેલા પોતાની પાર્ટી જોડે, પછી દેશ જોડવા નિકળે. તો વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશમાં તમામ સ્તરે થઈ રહેલા જેટગતીએ વિકાસની માહિતી પણ આપી હતી. તેમે 8 વર્ષમાં મોદીના શાસન કાળમાં ગ્રામીણ ભારતમાં 3 લાખ 26 હજાર કિલોમીટરના બેનલા રસ્તા અંગે ગૌરવ અનુભવ્યું હતું. દુનિયામાં ભૂમધ્ય રેખાના 8 ચક્કર લગાવે એટલી ગ્રામ્ય સડક મોદીના કાર્યકાળમાં બનાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું

(10:04 pm IST)