Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ભાજપ 130થી વધુ બેઠકો જીતશે : આપ ગુજરાતને 50 વર્ષ પાછળ ધકેલી શકે: આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા

તેમણે કહ્યુ ગુજરાત મોડેલ આમ આદમી પાર્ટી કરતા અનેકગણુ સારુ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોએ આજે ગુજરાત ભરમાં જંગી જનસભા સંબોધી હતી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા આસામના સીએમ હેમંત બિસ્વાએ ભાજપની રેકોર્ડ બ્રેક જીતનો દાવો કર્યો છે.

આસામ સીએમએ જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપને 130થી વધુ બેઠકો મળશે. આમ આદમી પાર્ટી નડશે કે કેમ તેના જવાબમાં હિંમત બિસ્વા સર્માએ જણાવ્યુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપને નહીં નડે. ભાજપ પહેલેથી જ નંબર વન છે સ્પર્ધા માત્ર બીજા અને ત્રીજા નંબર માટે છે 

 તેમણે  જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપની 130થી વધુ બેઠકો આવશે. અને આમ આદમી પાર્ટીની કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યુ ગુજરાત મોડેલ આમ આદમી પાર્ટી કરતા અનેકગણુ સારુ છે. આપ ગુજરાતને 50 વર્ષ પાછળ ધકેલી શકે છે. આપ ગુજરાતને ક્યુ મોડેલ આપશે

(12:14 am IST)