Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

અમદાવાદ જિલ્લાના ચૂંટણી ઓબ્ઝર્વર દ્વારા ચૂંટણી કામગીરીની સમીક્ષા કરાઈ

નિરીક્ષકોએ અમદાવાદ જિલ્લાની વિધાનસભાની તમામ 21 બેઠકના મતદારોની પ્રોફાઈલ, પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ તથા વીવીપેટની થયેલી ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા અંગે માહિતી આપી

અમદાવાદ જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજીને ઓબ્ઝર્વરોએ ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી. ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેમજ ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સુદૃઢ સ્થિતિ જળવાય તે દિશામાં કામગીરી હાથ ધરવા ઓબ્ઝર્વરશ્રીઓએ સૂચનો કર્યા હતા. અમદાવાદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી નિષ્પક્ષ,સ્વતંત્ર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે  

નિરીક્ષકોએ અમદાવાદ જિલ્લાની વિધાનસભાની તમામ 21 બેઠકના મતદારોની પ્રોફાઈલ, પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ તથા વીવીપેટની થયેલી ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઇવીએમ રૂટ તથા ઇવીએમ સંબંધિત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગેના વાહનોની ફાળવણી, સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા, મતગણતરીની વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.  જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. ધવલ પટેલે જિલ્લામાં થયેલી ચૂંટણીલક્ષી પૂર્વતૈયારીઓની માહિતી રજૂ કરી હતી.

નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સંબંધિત કામગીરી માટે ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે. ૩૯-વિરમગામ બેઠક માટે હરીકેશ મીના, ૪૦-સાણંદ બેઠક માટે ડો. જગદીશ કે.જી., ૪૧-ઘાટલોડીયા બેઠક માટે બીનીતા પેગુ, ૪૨- વેજલપુર અને ૪૪- એલીસબ્રીજ બેઠકો માટે વિવેક પાન્ડે, ૪૩-વટવા બેઠક માટે આકાંક્ષા રંજન, ૪૫-નારણપુરા અને ૫૫- સાબરમતી બેઠકો માટે અશ્વિનીકુમાર, ૪૬- નિકોલ અને ૫૭- દસ્ક્રોઈ બેઠકો માટે  રાહુલ રંજન મહીવાલ, ૪૭- નરોડા અને ૪૮- ઠક્કરબાપાનગર બેઠકો માટે ક્રિષ્ના વાજપેયી, ૪૯- બાપુનગર અને ૫૬- અસારવા બેઠકો માટે પ્રશાંત ભોલાનાથ નર્નવારે, ૫૩- મણીનગર માટે આનંદ સ્વરૂપ, ૫૧- દરિયાપુર અને ૫૨- જમાલપુર-ખાડીયા બેઠકો માટે વિનોદસિંહ, ગુંજ્યાલ, ૫૪-દાણીલીમડા બેઠક માટે સી.આર.પ્રસન્ના, ૫૮-ધોળકા બેઠક માટે ધર્મેન્દ્રસિંહ, ૫૯- ધંધુકા બેઠક માટે શ્રી ઘનશ્યામ દાસ તો અમદાવાદ શહેર  નિલીકુમાર સુબ્રમણ્યમ તથા અમદાવાદ જિલ્લા માટે સુમિત શર્માની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે

(12:32 am IST)