Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પેનાસોનિક દ્વારા લકઝરી કિચન સોલ્‍યુશનમાં વન કલાસ કિચન લોન્‍ચ

(કેતન ખત્રી), અમદાવાદઃ ઇલેક્‍ટ્રિકલ કંસ્‍ટ્રક્‍શન મટીરિયલ, હાઉસિંગ અને વિવિધ ઇલેક્‍ટ્રોનીકસ ટેકનોલોજીઓના અનેક મોટા ઉત્‍પાદકોમાંની એક એવી પેનાસોનિક લાઇફ સોલ્‍યુશન્‍સ ઇન્‍ડિયાએ તેના વિશિષ્ટ વનકલાસ મોડ્‍યૂલર કિચન રેન્‍જની ઘોષણા કરી છે. આ નવી રેન્‍જ એવા ઘર માલિકો માટે વન-સ્‍ટોપ શોપ બની રહેશે જેઓ જાપનીઝ ટેકનોલોજી અને ભારતીય ઉત્‍પાદનના મિશ્રણનો ઉપયોગ કરીને પોતાના કિચને પોતાની મરજી અનુસાર બનાવવા માગે છે તેમજ જે યૂઝર્સ પોષણક્ષમ લક્‍ઝરી વિકલ્‍પો માટે પોતાની મરજી અનુસાર કલાત્‍મકતાની ઇચ્‍છા રાખે છે. નવી રેન્‍જ ૨૫ રિટેલ સ્‍ટોર્સ મારફતે ૨૩ શહેરોમાં ઉપલબ્‍ધ બનશે.

આ નવું વન કલાસ કિચન રેન્‍જ ભારતભરમાંથી  પ્રાપ્‍ત કરવામાં આવેલ શ્રેષ્ઠ મટીરિયલ અને જાપાનની અદ્યતન ટેકનોલોજીનું મિશ્રણ છે. તેમાં અસખ્‍ય કસ્‍ટમાઇઝેબલ ફીચર્સનો સમાવેશ કરે છે જેમાં ૧૦૦ ટકા સ્‍માર્ટ સ્‍ટોરેજનો પણ સમાવેશ થાય છે જેથી ભારતીય હાઉસહોલ્‍ડઝ માટે મહત્તમ જગ્‍યા ઉપયોગિતા પૂરી પાડી શકાય. તેના કાઉન્‍ટરટોપ્‍સ ક્રોસપીસ દ્વારા રિઇન્‍ફોર્સ કરાયા છે જે નક્કર મજબૂતાઇ અને સ્‍થિતિસ્‍થાપકતા અર્પે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)