Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ડિશ ટીવી ઈન્‍ડિયા દ્વારા વોચો ઓટીટી પ્‍લાન્‍ટ ‘વન હૈ તો ડન હૈ' લોન્‍ચ

(કેતન ખત્રી), અમદાવાદઃ ઓરિજિનલ કન્‍ટેન્‍ટ સફળતાથી ચલાવ્‍યા પછી વોચો દ્વારા સૌથી લોકપ્રિય ઓટીટી મંચોનાં બંડલ્‍ડ પેકેજીસ પૂરાં પાડીને તેની ઓફરો વિસ્‍તારવામાં આવી છે. આમ, તે પોતાના સબ્‍સ્‍ક્રાઈબરોને એક સબ્‍સ્‍ક્રિપ્‍શનની સુવિધા સાથે ડિજિટલ કન્‍ટેન્‍ટની સંપૂર્ણ નવી દુનિયા પૂરી પાડશે.ડિશ ટીવી ઈન્‍ડિયા દ્વારા તેનું વન-સ્‍ટોપ ઓટીટી એન્‍ટરટેઈનમેન્‍ટ સોલ્‍યુશન- વોચો ઓટીટી પ્‍લાન્‍સ- વન હૈ તો ડન હૈ' લોન્‍ચ કરાયું.

વોચો એક લોગઈન અને સબ્‍સ્‍ક્રિપ્‍શન મોડેલ થકી ડિઝની + હોટસ્‍ટાર, Zee5, સોની લાઈવ, લાયન્‍સગેટ પ્‍લે, હોઈચોઈ કિલક, એપિકઓન, ચૌપાલ અને ઓહો ગુજરાતીની ઓટીટી કન્‍ટેન્‍ટ ઓફર કરશે. ઉપરાંત સબ્‍સ્‍ક્રાઈબરો વોચો એકસકલુઝિવ્‍સમાંથી ૩૫+ રોમાંચક વેબ સિરીઝ, સ્‍વેગ (યુજીસી કન્‍ટેન્‍ટ), તોકેબલ શોઝ અને લાઈવ ટીવી સહિત ઓરિજિનલ કન્‍ટેન્‍ટની વ્‍યાપક લાઈબ્રેરી પણ માણી શકશે. ડિશટીવી તેના પ્‍લાનને વધુ બહેતર બનાવશે, કારણ કે વધુ ઓટીટી મંચો વોચોને વ્‍યાપક મનોરંજન સ્‍થળ બનાવવા માટે તેની સાથે જોડાવાની તૈયારીમાં હોવાનું યાદીમાં જણાવાયું છે.

 

(3:57 pm IST)