Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સુરતમાં અગાઉ હીરાના પેમેન્ટના 40 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે બેંગ્લોરના આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરના ત્રણેક વર્ષ પહેલાં 1 કરોડના પોલીશ્ડ ડાયમંડની ઉધાર ખરીદીના પેમેન્ટ પેટે આપેલા 40 લાખના ચેક રીટર્ન કેસમાં આજે કર્ણાટક બેંગ્લોરુના વરદા ડાયમંડ પ્રા.લિ.ના આરોપી સંચાલક દંપતિને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ પ્રીતેશ યુ. અંધારીયાએ એક વર્ષની કેદની સજા ફટકારી છે.

વરાછા ભગુનગર ખાતે ભગવતી એસ્ટેટ બિલ્ડીંગમાં અમી જ્વેલર્સના નામે પોલીશ્ડ ડાયમંડનો ધંધો કરતાં ફરિયાદી કમલેશ ઝવેરભાઈ પલસાણાએ કર્ણાટક બેંગ્લુરુ ખાતે રિલાયેબલ ફોનિક્સ ટાવરમાં આવેલી વરદા ડાયમંડ પ્રા.લિ.ના સંચાલક કુમારપાલ બાબુ શેતુ માધવાન જૈન તથા તેમના પત્ની નિકીતાબેન જૈનને ફેબુ્રઆરી-2019 થી એપ્રિલ-2019 દરમિયાન કુલ રૃ.1.07 કરોડની કિંમતના પોલીશ્ડ ડાયમંડનું ઉધાર વેચાણ કર્યું હતુ.જેના પાર્ટ પેમેન્ટ પેટે આરોપી દંપતિએ તા.17-6-19ના રોજ 20 હજારના એક એવા બે ચેક લખી આપ્યા હતા. જે રીટર્ન થતા કેતન રેશમવાલા મારફતે કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી દંપતીને દોષી ઠેરવી એક વર્ષની કેદ અને ચેક નકારાયેલા તારીખથી વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત આ હુકમથી છ અઠવાડીયા સુધીમાં ફરિયાદીને લેણી રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી ધરપકડ વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.

ચેક કરતા વધુ રકમની ડીમાન્ડ કરવામાં આવી હોય અને તે સ્પષ્ટપણે ફરિયાદમાં વર્ણન કરવામાં આવી હોય તેવા કિસ્સામાં ડીમાન્ડ નોટીસ વેલીડ ગણાય તેવા સુપ્રિમ કોર્ટના પ્રસ્થાપિત સિધ્ધાંતને આધારે નોટીસને કાયદેસરની ગણી હતી.

(6:46 pm IST)