Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વડોદરામાં પાડોશીને ત્યાં બેઠેલી પત્નીને વારંવાર બોલાવનાર પતિ પર પાડોશીએ હુમલો કરતા ગુનો દાખલ

વડોદરાઃ પાડોશીને ત્યાં બેઠેલી પત્નીને વારંવાર બોલાવનાર પતિને પાડોશીએ ટકોર કરતાં ઝઘડો થયો હતો.જેથી પાડોશીએ પતિને માર મારતાં ઇજા થઇ હતી.

બનાવ અંગે ગોરવાના શૈલેષ ઠાકોરે કહ્યું છે કે,તા.૧૬મીએ રાતે હું શાક લઇને ઘેર ગયો ત્યારે પત્ની બાજુના ઘરમાં વાતો કરતી હતી.મારે જમવાનું બાકી હોવાથી મેં બૂમ પાડી હતી.પરંતુ તે આવી નહતી.જેથી ફરીથી બોલાવતાં પાડોશી રાજેશ ગરાસીયાએ બહેન અમારે ઘેર બેઠા છે તો શું પ્રોબ્લેમ છે..તેમ કહી ગુસ્સે થયા હતા.

શૈલેષે મારી પત્ની છે હું ના પણ  બેસવા દઉં તેમ કહેતાં રાજેશભાઇએ તારી પત્ની છે તો સાથે રાખ મારે શું...તેમ કહી ઝપાઝપી કરી હતી.તેમણે મારા માથામાં પથ્થર મારતાં લોહી નીકળ્યું હતું.ગોરવા પોલીસે આ અંગે  ગુનો નોંધ્યો છે.

(6:49 pm IST)