Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મતદારોને આકર્ષવા કોંગ્રેસ અને ભાજપ દ્વારા નુક્કડ નાટકો અને ફ્લેશ મોબ સહિત માધ્યમોનો ઉપયોગ

 વિકાસ અને ડબલ એન્જિન સરકારના બેનર સાથે ભાજપ ફ્લેશ મોબ, યુથ વિઝ નમો બેન્ડ, એલઈડી અને સ્માર્ટ રથનો પણ ભાજપ દ્વારા ઉપયોગ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે  અને હવે તમામ પાર્ટીઓ અને ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં જોડાઈ ગયા છે.. આ માટે પ્રચારનો અલગ અંદાજ પણ જોવા મળી રહ્યો છે. મતદારોને આકર્ષવા કોંગ્રેસ અને ભાજપ નુક્કડ નાટકો અને ફ્લેશ મોબ સહિતના માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે.

   2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ પરંપરાગત પ્રચાર સાથે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે પ્રચાર પ્રસાર કરી રહ્યું છે. મતદારોને આકર્ષવા ભાજપ તરફથી નુક્કડ નાટકોની મદદ લેવાઈ રહી છે.. તો વિકાસ અને ડબલ એન્જિન સરકારના બેનર સાથે ભાજપ ફ્લેશ મોબ, યુથ વિઝ નમો બેન્ડ, એલઈડી અને સ્માર્ટ રથનો ઉપયોગ પણ ભાજપ તરફથી કરવામાં આવી રહ્યો છે

(7:15 pm IST)