Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ગૃહમંત્રી હર્ષ સંઘવીના મતવિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સુધા નાહટાને આપના પ્રચારની જવાબદારી

સુધા નાહટાએ ભાજપમાંથી છેડો ફાડ્યા બાદ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યા બાદ હવે મજુરા વિધાનસભા બેઠકમાં પાર્ટીના પ્રચાર -પ્રસારની પણ જવાબદારી સોંપાઈ

સુરત : ભાજપના પૂર્વ કોર્પોરેટર ભાજપના મહિલા નેતા સુધા નાહટાએ હાલમાં જ ભાજપથી છેડો ફાડ્યા બાદ હવે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા સુધા નાહટાને હવે મજુરા વિધાનસભા બેઠકમાં પાર્ટીના પ્રચાર -પ્રસારની પણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વિધાનસભા ચુંટણીની આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે એક પછી એક અસંતુષ્ટો પોતાની નારાજગી વ્યક્ત કરવાની સાથે સાથે જ પક્ષપલટો કરી રહેલા છે. હાલમાં જ ભાજપને રામ રામ રનાર પૂર્વ મહિલા કોર્પોરેટર સુધા નાહટાએ આજે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની હાજરીમાંઆમ આદમી પાર્ટીમાં જોડાવવાની જાહેરાત કરી હતી. તેઓએ આ દરમ્યાન જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને મેં આપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. દિલ્હી અને પંજાબમાં લોકહિતના કાર્યો માટેપ્રગતિશીલ નિર્ણય લેનાર આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ સારૂં કામ કરી શકે તેવો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે હાલ મજુરા વિધાનસભા બેઠક પાર્ટીના પ્રચાર - પ્રસારમાં તેઓ જોડાઈ ગયા હોવાનું પણ જણાવ્યું હતુ.

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોમાં ઉઠલ પાથલ જોવા મળી રહી છે. પક્ષથી નારાજ થતાં કાર્યકરો અને નેતાઓ જેનો વિરોધ કર્યો હોય એજ પાર્ટીનો હવે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.એવામાં હવે ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર પણ આપમાં જોડતા આપ પાર્ટીનો પ્રચાર કરતા જોવા મળશે

(7:53 pm IST)