Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વાઘોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલે ચૂંટણી પ્રચાર શરૂ :યોગપલસિંહ સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા

 કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ કહ્યું આને વિજય રેલી કહેવી પડી

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક કાયમ ચર્ચામાં રહેતી હોય છે. જેમાં આ વખતે ભાજપે 6 ટર્મથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. વાઘોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે, દરમિયાન યોગપાલસિંહ સહીત અનેક કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો છે બીજીતરફ રેલીને સંબોધતા કેન્દ્રીય મંત્રી  પરસોતમભાઇ રૂપાલાએ કહ્યું આને વિજય રેલી કહેવી પડી તેમ છે 

(8:15 pm IST)