Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વલસાડમાં પીએમ મોદીએ કહ્યું -મત માગવો એ મારુ કર્તવ્ય. મત આપવો એ તમારુ કર્તવ્ય

વડાપ્રધાને કહ્યુ -પહેલીવાર મતદાન કરનારા યુવાનોને મળવા આવ્યો છુ: ગુજરાતને બદનામ કરવા વાળા તત્વોને ગુજરાતમાં ક્યારે જગ્યા ન હોય :ગુજરાતના વિકાસના મૂળમાં ગુજરાતનો નાગરિક

વલસાડ :  વડાપ્રધાને વલસાડમાં કહ્યું કે, ગુજરાતમાં ટોળકી સક્રિય થઈ છે. જે ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે જેનાથી ચેતતા રહેજો. ગુજરાતની છબિને દુનિયામાં ખરાબ કરવાનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતીઓ જ્યાં ગયા ત્યાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને ગુજરાતમાં જે આવ્યા તેને ગળે લગાડ્યા છે. પરંતુ, ગુજરાતને રિવર્સ ગિયરમાં નાખવાનો જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે તેને આપણે કોઈપણ ભોગે સ્વીકારી ન શકીએ. ગુજરાતને બદનામ કરવા વાળા તત્વોને ગુજરાતમાં ક્યારે જગ્યા ન હોય

પીએમ મોદીએ વલસાડ વાસીઓને સંબોધતા જણાવ્યુ કે મત માગવો એ મારુ કર્તવ્ય. મત આપવો એ તમારુ કર્તવ્ય. વડાપ્રધાને કહ્યુ ગુજરાતના વિકાસના મૂળમાં ગુજરાતનો નાગરિક છે. આગામી 25 વર્ષ ભારત માટે મહત્વપૂર્ણ છે. પહેલીવાર મતદાન કરનારા યુવાનોને મળવા આવ્યો છુ. ભારતને વિકસીત અને આત્મનિર્ભર બનાવવા ગુજરાતનો મોટો ફાળો છે. ગુજરાતની મોટી જવાબદારી છે.

 

વડાપ્રધાને મોદીએ વલસાડવાસીઓને સંબોધતા જણાવ્યુ કે મત માગવો એ મારુ કર્તવ્ય. મત આપવો એ તમારુ કર્તવ્ય. વડાપ્રધાને કહ્યુ ગુજરાતના વિકાસના મૂળમાં ગુજરાતનો નાગરિક છે. આગામી 25 વર્ષ ભારત માટે મહત્વપૂર્ણ છે. પહેલીવાર મતદાન કરનારા યુવાનોને મળવા આવ્યો છુ. ભારતને વિકસીત અને આત્મનિર્ભર બનાવવા ગુજરાતનો મોટો ફાળો છે. ગુજરાતની મોટી જવાબદારી છે.

(9:48 pm IST)