Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ધોરાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જંગી સભા યોજાશે: તંત્રની તડામાર તૈયારી

 ભાજપે શહેરના અનેક વિસ્તારોમાં ખાટલા અને ગ્રુપ બેઠકો યોજી: લોકોને સભામાં આવવા માટે પત્રિકાનું વિતરણ :ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા અને સ્થાનિક ભાજપના આગેવાન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ચૂંટણીના પ્રચારમાં જોડાયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ટોચના નેતાઓને પ્રચારમાં ઉતાર્યા છે તેવામાં આવતીકાલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી રાજકોટના ધોરાજીમાં જંગી સભા ગજવશે. ત્યારે વડાપ્રધાનની સભામાં જનમેદની ભેગી કરવા ભાજપે શહેરના અનેક વિસ્તારોમાં ખાટલા અને ગ્રુપ બેઠકો યોજી હતી. ચૂંટણી પ્રચારના માધ્યમથી લોકોને સભામાં આવવા માટે પત્રિકાનું વિતરણ કર્યું હતું. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા અને સ્થાનિક ભાજપના આગેવાન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ચૂંટણીના પ્રચારમાં જોડાયા હતા.

બીજી તરફ મોદીની સભાને લઈ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જંગી સભા યોજાશે, તેના માટે એક લાખ લોકો માટે બેઠક સહિત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પીએમ મોદીની સુરક્ષા માટે IG, SP, SPG સહિત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો  છે.

(10:11 pm IST)