Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ સુરતમાં આમ આદમી પાર્ટીને "જમાનત જપ્ત" પાર્ટી ગણાવી

 તેમણે કહ્યું આ આમ આદમી નહીં પરંતુ જમાનત જપ્ત પાર્ટી છે. ગુજરાતમાં દરેક વિધાનસભાની સીટ ઉપર તેમની જમાનત થઈ જશે

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રતિ-આરોપનો જંગ શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ સુરતમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેજસ્વી સૂર્યાએ આમ આદમી પાર્ટીને "જમાનત જપ્ત" પાર્ટી ગણાવી હતી. કહ્યું આ આમ આદમી નહીં પરંતુ જમાનત જપ્ત પાર્ટી છે. ગુજરાતમાં દરેક વિધાનસભાની સીટ ઉપર તેમની જમાનત થઈ જશે. તો આ તરફ સાવરકરના અપમાન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું, સાવરકર જીવીત હતા ત્યારે પણ કોંગ્રેસે અપમાન કર્યું હતું. હવે સાવરકરનું અપમાન નેહરુ બાદ રાહુલ ગાંધી કરી રહ્યા છે

(10:26 pm IST)