Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સુરતમાં 16 દિવસમાં 538 આચાર સંહિતા ભંગની ફરિયાદ: સૌથી વધુ 84 કામરેજ વિધાનસભામાં મળી 

બારડોલીમાંથી 15, ચોર્યાસીમાંથી 55, કતારગામમાંથી 54, લિંબાયતમાંથી 5, મહુવામાંથી 23, મજુરામાંથી 21 ફરિયાદ મળી

સુરત ચૂંટણી જાહેર થતાં જ આચાર સહિતા લાગુ પડી ગઇ છે. આ સાથે જ આચારસંહિતા ભંગની ફરિયાદો શરૂ થઈ ગઈ છે. 16 દિવસમાં  આચાર સંહિતા ભંગની 538 ફરિયાદ ચૂંટણીપંચ સામે આવી છે. સૌથી વધુ ફરિયાદ કામરેજ વિધાનસભામાં  84 ફરિયાદ મળી છે. આ ઉપરાંત બારડોલીમાંથી 15, ચોર્યાસીમાંથી 55, કતારગામમાંથી 54, લિંબાયતમાંથી 5, મહુવામાંથી 23, મજુરામાંથી 21, માંડવીમાંથી 12, માંગરોળમાંથી 13, ઓલપાડમાંથી 54, સુરત ઉત્તરમાં 12, સુરત પશ્ચિમમાંથી 17, ઉધનામાંથી 26 અને વરાછા રોડ પરથી 34 ફરિયાદ મળી છે.

(10:29 pm IST)