Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ચૂંટણીના માહોલ વચ્ચે મુંબઇથી હથિયારની લે-વેચ કરવા આવેલા ત્રણ આરોપી વડોદરામાંથી ઝડપાયા

ગોલ્ડન બ્રિજ નીચે મુંબઇથી આવેલા 3 આરોપીઓ પાસેથી પિસ્તોલ,કારતુસ સહિતનો મુદ્દામાલ જપ્ત :ત્રણની ધરપકડ; અન્ય ત્રણ આરોપીઓ ફરાર

વડોદરા :  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના માહોલમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ પણ સક્રિય જોવા મળી રહી છે. વડોદરામાં પોલીસે હથિયારોની લે-વેચ માટે આવેલા શખ્સોને ઝડપી પાડ્યા છે.

મળતી વિગત મુજબ વડોદરા પોલીસને બાતમી મળી હતી કે ગોલ્ડન બ્રિજ નીચે અજાણ્યા શખ્સો હથિયારોની લે-વેચ કરવા આવવાના છે. બાતમી મળતાની સાથે જ પોલીસે ગોલ્ડન બ્રિજ નીચે વોચ ગોંઠવી મુંબઇથી આવેલા 3 આરોપીઓ પાસેથી પિસ્તોલ,કારતુસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેમની ધરપકડ કરી લીધી છે અને અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઇ જતા તેમને શોધવાની તજવીજ હાથ ધરી છે

(10:33 pm IST)