Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આદિપુરમાં ચૂંટણી સ્કવોર્ડ સાથે જાણીતા અગ્રણીનો પરવાનાવાળા હથિયાર મુદ્દે મોટી બબાલ : ગાંધીધામ સંકુલમાં હોટટોપીક

સ્કવોર્ડને મચક ન આપતા તપાસની ટુકડીએ ચૂંટણીપંચને જાણ કરતા ઈસીએ સંકલન કરીને ઈન્કમટેક્ષ વિભાગને મોકલતા તપાસનો ધમધમાટ તેજ

ગાંધીધામ : ન્યાયિક અને પારદર્શક વીધાનસભાની ચૂંટણીઓ યોજાય તે દીશામાં આ વખતે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા કડક જોગવાઈઓ કરી છે અને તે પૈકીની જ એક એવી રોકડની હેરફેર ખેાટી રીતે ન થાય તે માટે પણ સર્વેલન્સની ટીમો અને સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. કચ્છમાં આ સ્કવોર્ડ પણ સતર્કતા પૂર્વક સદાય મોનીટરીંગ કરી રહી હોય તેનો દાખલો પૂર્વ કચ્છમાં સચોટ રીતે સામે આવતો જોવાઈ રહ્યો છે.

આ મામલે મળતી વિગત મુજબ ચૂંટણીની સ્કવોર્ડને આદિપુરમાં રહેતા એક શખ્સ દ્વારા ચૂંટણીના જાહેરનામા અનુસાર પરવાનાવાળા હથિયારો જમા કરાવવાના આદેશ હોવા છતા પણ હથિયાર જમા ન કરવાયુ હોવાની બાતમી મળતા તેઓ અહી સબંધિત શખ્સના ઘરે ધસી ગયા હતા પરંતુ જે-તે શખ્સે આ બાબતે વોરન્ટની માંગણી કરવા ઉપરાંત હાઈવોલ્ટેજ ડ્રામા ઘડી દીધો હોવાની વાત સામે આવવા પામી રહી છે.જો કે, તે વખતે અહીથી સ્કવોર્ડને લાયસન્સવાળું હથીયાર ન મળ્યુ પરંતુ તેના ઘરમાથી કેશ પડી હોવાની વાત મળતા તુરંત જ ગાંધીધામ વિસ્તારના ચૂંટણી અધિકારીને આ બાબતે અવગત કરવામાં આવ્યા હતા અને ગાંધીધામના ચુંટણી અધિકારીએ સબંધિત વિભાગો સાથે સંકલન સાધી અને કેસ અંગેની ખરાઈ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે.

આ બાબતે નખત્રાણાના પ્રાંત અધિકારી અને ગાંધીધામ વિધાનસભા વિસ્તારના ચુંટણી અધિકારી મુજબ હથિયારની કોઈ માહીતીઓ તેમને મળેલી ન હતી, સ્કવોર્ડ દ્વારા રોકડને લઈને તેમને જાણ કરાઈ છે, જેની તપાસ હજુ ચાલી રહી છે, હાલમાં શુ મળ્યુ છે, અથવા તો કેટલી રોકડ છે તેનો કોઈ જ સત્તવાાર અહેવાલ તેઓને મળવા પામ્યો ન હોવાથી હાલ તુરંત તેઓ નામ-ઠામ સહિતની કોઈ જ વિગતો જાહેર કરવા અસક્ષમ હોવાનુ કહ્યુ હતુ

 બીજીતરફ આદિપુરમાં આવેલા આ વ્યકિતના ઘરે ચાલતી તપાસને લઈને ગાંધીધામ-કંડલા સંકુલમાં પણ આજ રોજ સવારથી ભારે ચર્ચાઓ સાથે હોટટોપીકનુ આવરણ ઉભુ કરી દીધુ છે. કહેવાય છે કે, આજ રોજ સવારે ૧૧ વાગ્યા સુધી તેની પાસેથી ઈન્કમટેક્ષ વિભાગને ૧પ લાખથી વધુની રોકડ હાથે લાગી ચુકી છે તો વળી બીજીતરફ એવી પણ ચર્ચા થાય છે કે, આ શખ્સના ઘરે મોટી માત્રામા રોડક બરામદ થાય તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.બીજીતરફ આ બાબતે ભુજ સાયબર સેલમાં પુછતા અધિકારીએ કહ્યુ હતુ કે, અમે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલી અને તે અનુસંધાને તપાસર્થે ગયા હતા પરંતુ તે બાદ કઈ બીજી તપાસ પણ નીકળી છે જેમાં અમે સામેલ નથી.

(10:53 pm IST)