Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આમ આદમી પાર્ટીની સભા બાદ સુરતના સરથાણા વિસ્તારમાં યોગી ચોક પાસે ભારે પથ્થરમારો:અનેક ગાડીઓના કાચ તૂટ્યા

 ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવતા વાતાવરણ તંગ :આપ નેતા રામ ધડુકે કહ્યું કે બીજેપીની સભા સુપર ફ્લોપ થઈ રહી છે એટલે આવા કૃત્યો કરે છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક પાસે બબાલ થઈ છે. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. બન્ને પક્ષોએ સામ સામે પથ્થરમારો કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ પથ્થરમારામાં અનેક ગાડીના કાચ પણ તૂટ્યા છે.     

  કામરેજ વિધાનસભાનો મત વિસ્તાર છે યોગી ચોક. ભાજપ તરફથી પ્રફુલ્લ પાનસેરીયાએ ઉમેદવારી કરી છે. બીજી તરફ આપ તરફથી રામ ધડુકે ઉમેદવારી નોંધાવી છે. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં બન્ને પાર્ટીના નેતાઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે. આ અંગે આપ નેતા રામ ધડુકે કહ્યું કે, બીજેપીની સભા સુપર ફ્લોપ થઈ રહી છે એટલે આવા કૃત્યો કરે છે.

(10:58 pm IST)