Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ગુજરાતના દાહોદ, નવસારી અને તાપી જિલ્લામાં પુરૂષ મતદાર કરતા મહિલા મતદારની સંખ્યા વધુ

ગુજરાતમા કુલ 1391 પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર વડોદરા જિલ્લામાં નોંધાયા

અમદાવાદ : ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં પુરુષ મતદાર કરતા મહિલા મતદારની સંખ્યા વધારે છે, દાહોદ જિલ્લામાં પુરૂષ મતદારોની સાંખ્યા 7,85,746 જ્યારે મહિલા મતદારોની સંખ્યા  7,99,241 છે. નવસારીમાાં પુરૂષ મતદારોની સાંખ્યા 5,39,018 જ્યારે મહિલા મતદારોની સંખ્યા 5,39,500 છે. તાપી જિલ્લામાં પુરૂષ મતદારોની સાંખ્યા 2,46,435 છે, જ્યારે મહિલા  મતદારોની સાંખ્યા 2,59,256 છે. આમ, રાજ્યમા ત્રણ જિલ્લાઓ દાહોદ, નવસારી અને તાપીમાં પુરૂષ મતદારો કરતાાં મહિલા મતદારો વધારે છે. ગુજરાતમાાં કુલ 1391 પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર વડોદરા જિલ્લામાં નોંધાયા છે.

(11:46 pm IST)