Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 18થી 29 વય જૂથના કુલ 1,15,10,015 યુવાનો મતાધિકારનો ઉપયોગ કરશે

સૌથી વધુ યુવા મતદાતા ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 11,97,539, સુરતમાાં 10,23,867, બનાસકાંઠામાં 7,07,754, વડોદરામાં 5,19,832 અને દાહોદમાં 4,89,536નો સમાવેશ

અમદાવાદ :રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાાં 18થી 29 વય જૂથનાાં કુલ 1,15,10,015 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદાતા ધરાવતાં પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 11,97,539, સુરતમાાં 10,23,867, બનાસકાંઠામાં 7,07,754, વડોદરામાં 5,19,832 અને દાહોદમાં 4,89,536નો સમાવેશ થાય છે.

  80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 9,87,999 છે. રાજ્યમાાં 10,460 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે. રાજ્યમા મતદાતાની સાંખ્યાના આધારે સૌથી મોટી વિધાનસભા બેઠક સુરત જિલ્લાના ચોર્યાસી છે. જેમાાં 5,66,511 મતદારો છે, જ્યારે સુરત-ઉત્તરમાાં 1,63,187 સૌથી ઓછા મતદારો છે.

(11:48 pm IST)