Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વડાપ્રધાન મોદીનો વાપીમાં ભવ્ય રોડ શો :ભારે જનમંદની ઉમટી પડી: રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ અને નાગરિકોએ પીએમ મોદીને ભવ્યાતિભવ્ય આવકાર કર્યો: લોકોમાં અનેરો ઉત્સાહ :રોડ શો દરમિયાન આદિવાસી લોકનૃત્યનું અનોખું પ્રદર્શન

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ પ્રચારમાં વ્યસ્ત છે. તમામ પાર્ટીઓ મતદારોને આકર્ષવા જાહેર સભા અને રોડ શો કરી રહીછે. એવામાં વડાપ્રધાન  મોદીએ પણ ભવ્ય રોડ શો વાપીમાં કર્યો હતો. ભારે જનમંદની તેમના રોડ શોમાં ઉમટી પડી હતી.

આ રોડ-શો દરમિયાન રોડની બંને તરફ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. વડાપ્રધાન ર મોદીને રોડ-શો દરમિયાન જોવા લોકોની ભારે ભીડ ઉમટી હતી. વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ અને નાગરિકોએ પણ PM મોદીનો ભવ્યાતિભવ્ય આવકાર કર્યો હતો. આ દરમિયાન લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ રોડ-શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાન  મોદી જુજવામાં જંગી સભાને સંબોઘી હતી

પીએમ મોદીના રોડ શો દરમિયાન આદિવાસી લોકનૃત્યનું અનોખું પ્રદર્શન જોવા મળ્યું હતું.વડાપ્રધાન ર મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કડક પોલીસ બંદોબસ્ત હતો ,વડાપ્રધાન મોદીને જોવા માટે રોડ શો દરમિયાન નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકોએ ઉમટી પડ્યા હતા .

(11:50 pm IST)