Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ગાંધીનગરના નિવૃત નાયબ મામલતદાર દેસાઈ પાસેથી 30 કરોડની અપ્રમાણસર મિલકત મળી

વિરમ દેસાઈ પાસેથી 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાનો, 1 ઓફિસ, 2 પ્લોટ અને 11 લક્ઝુરિયસ ગાડીઓ મળી: ACBએ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરના નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઇ પાસેથી અપ્રમાણસર 30 કરોડની મિલકત મળી આવતા ACBએ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના સરકારી અધિકારી/ કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સત્તાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્તિના વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

વિરમ દેસાઈ પાસેથી 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાનો, 1 ઓફિસ, 2 પ્લોટ અને 11 લક્ઝુરિયસ ગાડીઓ મળી આવી છે.તેમનું રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું હોવાનું આવ્યું સામે છે. આશરે 3 કરોડ રૂપિયાની 11 લક્ઝુરિયસ કાર પણ મળી આવી છે

(6:53 pm IST)