Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ડેડીયાપાડા પો.સ્ટે.ના ગુનામાં નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી LCB, નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકારસિંહના માર્ગદર્શન મુજબ અલ્પેશ પટેલ,પોલીસ ઇન્સપેક્ટર, એલસીબી નર્મદાના સુપરવિઝન હેઠળ ડેડીયાપાડા પો.સ્ટે.ના મિલકતને નુકશાન કરવાના ગુનામાં નાસતા ફરતા બીપીનભાઇ હરીસીંગ વસાવા( રહે . ભરાડા ( ખાબજી ) તા.ડેડીયાપાડા જી.નર્મદા) નો નાસતો ફરતો હોય જે નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા વોચ તેમજ બાતમીદારોથી બાતમી મેળવતા આ આરોપી ડેડીયાપાડા વિસ્તારમાં આવ્યો હોય જે બાતમીના આધારે બીપીનભાઇ હરીસીંગ વસાવાને ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનને સોંપી આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:20 pm IST)