Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની ભરૂચમાં યોજાયેલી મીટીંગમાં નર્મદા જિલ્લાના હોદેદારોના નામ જાહેર કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)ની ભરૂચના સર્કિટ હાઉસ ખાતે મિટિંગ મળી જેમાં નર્મદા જિલ્લાના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી

ભરૂચના સર્કિટ હાઉસ ખાતે 18 જાન્યુઆરીને બપોરે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની મિટિંગ યોજાઈ જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ મનસુખભાઇ વસાવાને આમંત્રિત કરાયા હતા પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે તેઓ ન આવી શક્યા અન્યત્ર વ્યસ્ત હોવા છતાં સાંસદે મિટિંગ દરમ્યાન ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે આમંત્રિત મહેમાનો માં જીજ્ઞેશભાઈ કાલાવાડિયા,રાષ્ટ્રીય અધ્યક્ષ(ABPSS),મિનહાજ મલિક,ગુજરાત પ્રદેશ સંયોજક(ABPSS),અજયસિંહ પરમાર, રાષ્ટ્રીય કોષાધ્યક્ષ. (ABPSS),ભાવેશ મકવાણા, ગુજરાત પ્રદેશ સંરક્ષક(ABPSS) તેમજ ABPSSના ભરૂચ જીલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એ મિટિંગમાં પત્રકારોની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી સાથે સાથે હાજર પત્રકારોના મંતવ્ય સાંભળી ABPSSના રાષ્ટ્રીય અને પ્રદેશના હોદેદારોએ તેના ઉકેલ લાવવા અને ભવિષ્યમાં પત્રકારોને કોઈપણ મુશ્કેલી હોય તો અંગત તકલીફ સિવાયની તમામ તકલીફો માટે અમે સહકાર આઈશું તેવી રાષ્ટ્રીય હોદેદારો એ ખાતરી આપી હતી કાર્યક્રમની શરૂઆતમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા પત્રકારો માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.અંતમાં નર્મદા જિલ્લાના ABPSSના હોદેદારોમાં પ્રભારી તરીકે જયદીપસિંહ રાઠોડ,પ્રમુખમાં ભરતકુમાર શાહ તથા મહામંત્રી તરીકે ઇકરામ મલેકના નામ જાહેર કરવામાં આવતા ત્રણેય હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

(10:53 pm IST)