Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ખનીજ ખાતાના જુનિયર ક્લાર્ક -હિતેષકુમાર10 હજારની લાંચ લેતા ઝડપાયો

રેતીના સ્ટોકમાં તફાવત બાબતની છોટાઉદેપુર ખાતે ભુલવણ ગામમાં ફરિયાદીને નોટીસ આપેલ જેમાં ભુલ હોવાથી સુધારો કરવા તથા ચલણ આપવા પેટે આરોપીએ રૂ.૧૫,૦૦૦ની લાંચની માંગણી કરેલ

ગાંધીનગર :ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતુ બ્લોક.નં-૧૫ જુના સચિવાલય,ગાંધીનગરના ફ્લાઈંગ સ્કોડના જુનિયર ક્લાર્ક -હિતેષકુમાર જીવાભાઇ ચૌધરી 10 હજારની  લાંચ લેતા ઝડપાયો છે

આ કામના ફરિયાદી છોટાઉદેપુર ખાતે ભુલવણ ગામમાં રેતીના સ્ટોકનો ધંધો કરતા હોય આશરે સાત મહિના પહેલા ખાણ ખનીજ વિભાગનો ફ્લાઇન્ગ સ્ક્વોડ રેતીના સ્ટોકની માપણી કરવા ગયેલો અને રેતીના સ્ટોકની માપણી કરી પરત આવેલ. બાદ ફ્લાઇંગ સ્ક્વોડે ઓનલાઇન રેતીના સ્ટોકની તપાસણી કરેલ જેમાં રેતીના સ્ટોકમાં તફાવત જણાયેલ. જે બાબતની ફરિયાદીને નોટીસ આપેલ. જે નોટીસમાં ભુલ હોવાથી નોટીસમાં સુધારો કરવા તથા ચલણ આપવા પેટે આરોપીએ રૂ.૧૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ તે સમયે ફરિયાદીએ રૂ.૫,૦૦૦ આપેલ અને બાકી રહેતા રૂ.૧૦,૦૦૦ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે બે રાજ્ય સેવક પંચો સાથે રાખી આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં લાંચના છટકા દરમ્યાન આરોપીએ  ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં રૂ.૧૦,૦૦૦ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા હતો  ઉપરોકત આરોપીને એસીબીએ ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.    

ટ્રેપ કરનાર અધિકારી એસ.ડી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એસીબી પો.સ્ટે.
તથા ગાંધીનગર એસીબી ટીમ. હતી જયારે સુપરવિઝન અધિકારી તરીકે એ.કે.પરમાર,
મદદનીશ નિયામક, એસીબી ગાંધીનગર એકમ., ગાંધીનગર. હતા

(9:01 pm IST)