Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

રાજ્યમાં કોવિડ-૧૯ રસીકરણ અંતર્ગત થયેલ પ્રશંસનીય કામગીરી

૧૮ વર્ષથી વધુ ઉંમરના ૪,૮૧,૪૩,૦૮૨ (૯૭.૬%)ને પ્રથમ ડોઝ, ૪,૪૨,૯૨,૭૧૭ લાભાર્થીઓને બીજો ડોઝ, ૧૫-૧૭ વર્ષના વય જુથના ૨૩,૦૭,૬૪૫ (૬૪.૯%) લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા ૬,૭૦,૦૨૫ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ મળી કુલ ૯.૫૪ કરોડથી વધુ રસીના ડોઝ અપાયા

અમદાવાદ : સમગ્ર દેશમાં અને રાજ્યમાં તા. ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવેલ છે.

તા. ૩જી જાન્યુઆરી, ૨૦૨૨થી ૧૫-૧૮ વર્ષ વય જુથના બાળકોને કોવિડ-૧૯ની કોવેક્સીન રસી મુકવાની શરૂઆત કરવામાં આવેલ છે. સદર કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે ૩૫.૫૦ લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવનાર છે.
તા. ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૨થી સમગ્ર દેશમાં હેલ્થ કેર વર્કર, ફ્રંટ લાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવેલ છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થી પોતાના ડોક્ટરની સલાહ મુજબ રસી લઇ શકે છે, આ જુથમાં ૬,૨૪,૦૯૨ હેથ કેર વર્કર, ૧૩,૪૪,૫૩૩ ફ્રંટ લાઇન વર્કર અને અંદાજીત ૧૪,૨૪,૬૦૦ ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓ મળી કુલ ૩૩ લાખથી વધુ લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપવાનો થાય છે.
સમગ્ર રાજ્યમાં તા. ૧૮.૦૧.૨૦૨૨ સુધી ૧૮ વર્ષથી વધુ ઉંમરના ૪,૮૧,૪૩,૦૮૨ (૯૭.૬%) લાભાર્થીઓને પ્રથમ ડોઝ, ૪,૪૨,૯૨,૭૧૭ (એલીજીબલના ૯૪.૬%) લાભાર્થીઓને બીજો ડોઝ, ૧૫-૧૭ વર્ષના વય જુથના ૨૩,૦૭,૬૪૫ (૬૪.૯%) લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા ૬,૭૦,૦૨૫ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ મળી કુલ ૯.૫૪ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવેલ છે જે એક અતિ મહત્વપૂર્ણ સિધ્ધિ છે.
રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ ૯,૬૦,૭૦૨ રસીના ડોઝ આપવામાં આવેલ છે જેમાં દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.
રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ કોર્પોરેશન પૈકી ૯ જિલ્લા અને તમામ કોર્પોરેશનમાં ૧૦૦% લાભાર્થીને પ્રથમ ડોઝ દ્વારા આવરી લેવામાં આવેલ છે.
રાજ્યમાં કોવિડ-૧૯ રસીના સ્ટોરેજ ૬ ઝોન કક્ષાના વેકસીન સ્ટોર, ૪૧ જિલ્લા/કોર્પોરેશન કક્ષાના સ્ટોર તથા ૨૨૩૬ કોલ્ડ ચેઇન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે.
કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૨,૦૦૦થી વધુ તાલીમબધ્ધ વેક્સીનેટર ઉપલબ્ધ છે.
“હર ઘર દસ્તક” કાર્યક્રમ અંતર્ગત ૩જી નવેમ્બરથી પ્રથમ અને બીજા ડોઝના બાકી લાભાર્થીઓનો રૂબરૂ સંપર્ક કરી તેમને કોવિડ-૧૯ રસી આપવામાં આવી રહેલ છે.

(7:30 pm IST)