Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કોને બોલાવવા, કોને નહીં: લગ્ન ગાળાની માતા-પિતાની મોટી ચિંતા

અગાઉ ૪૦૦ લોકોની પરવાનગી મુજબ આયોજન થયાઃ નવી ગાઇડલાઇનમાં ૧૫૦ વ્યકિતઓને જ મંજુરી : કંકોત્રીઓ અપાઇ ચૂકી છે, હવે સગા-સ્નેહીઓને ના પાડવાની દ્વીધા

ગાંધીનગર,તા. ૨૦ : લગ્ન સમારોહમાં આવનાર મહેમાનો ઉપર કોરોના ગાઇડલાઇનના લીધે કાપ મુકવામાં આવી રહ્યો છે. હવે મહેમાનોની યાદી નાની થવા લાગી છે. ફોન કરીને આમંત્રણ પાઠવેલ સગા-સ્નેહીઓને લગ્નમાં ન આવવા કહેવું પડી રહ્યુ છે.

જાન્યુઆરીમાં કોરોના સંક્રમણ વધતા પોતાના બાળકોના ધુમધામથી લગ્ન કરવાની માતા-પિતાની મહેચ્છા ઉપર ચિંતા છવાઇ ગઇ છે. તેવામાં સંક્રાંતિ બાદ શરૂ થયેલ લગ્નગાળામાં ૧૫૦ મહેમાનોને આમંત્રણ આપી શકવાની નવી ગાઇડલાઇન અમલી છે. અગાઉથી નિર્ધારીત લગ્નમાં ૪૦૦ લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખી યાદી અને વ્યવસ્થા ગોઠવવામાં આવેલ જે હવે ધરમુળથી ફરી ગઇ છે.

આ માહોલમાં અનેક માતા-પિતા દ્વીધામાં મૂકાયા છે. અમદાવાદના પ્રકાશભાઇએ જણાવેલ કે મારા પુત્રના લગ્ન ૫ ફેબ્રુઆરીએ નિરર્ધાયા છે. ૪૦૦ મહેમારનો મુજબ યાદી બનાવેલ અને હાલ ૧૫૦ લોકોની ગાઇડલાઇન હોવાથી કોને બોલાવવા અને કોને નહીં તે મોટી મુશ્કેલી  સર્જાઇ છે. કંકોત્રી પણ આપી દેવામાં આવી છે.

(1:10 pm IST)