Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

એસ. ઓ. પી.માં સુધારો કરી વકીલોની પ્રવેશબંધી હટાવી કોર્ટમાં ફીઝીકલ પ્રવેશ માટે બાર એસો.નો ઠરાવ

ચીફ જસ્‍ટીશ બાર કાઉન્‍સીલ, ડીસ્‍ટ્રીકટ જજને ઠરાવની નકલ મોકલાઇઃ માંગણી નહિ સંતોષાઇ તો લોક-અદાલતોનો બહિષ્‍કાર કરવા ચીમકી

રાજકોટ તા. ર૦ :.. વર્તમાન એસ. ઓ. પી. માં સુધારા કરી ન્‍યાયપાલીકામાં ફીઝીકલી પ્રવેશ માટે તાત્‍કાલીક ધોરણે મંજૂરી આપવા રાજકોટ બાર એસો. ની મળેલ મીટીંગમાં ઠરાવ કરાયો હતો. આ ઠરાવની નકલ હાઇકોર્ટ બાર કાઉન્‍સીલ અને ડીસ્‍ટ્રીકટ જજ ને મોકલવા આવેલ છે.

સમગ્ર ગુજરાતમાં સચિવાલય, તમામ સરકારી કચેરીઓ, શાળા કોલેજો, થીયેટર, સ્‍પા, જીમ, સ્‍વીમીંગ પુલ તેમજ બાગ બગીચાઓ, હરવા ફરવાના સ્‍થળો તેમજ સમગ્ર ભારત દેશના ધંધા-રોજગાર વિગેરે ચાલુ છે.

રાજકોટની કોર્ટોમાં ઉપરોકત વિગતે સમગ્ર ગુજરાત ચાલુ હોવા છતાં કોર્ટ કમ્‍પાઉન્‍ડમાં પણ વકીલશ્રીઓનો પ્રવેશ નીષેધ કરેલ છે. જેના કારણે તમામ સીનીયર જૂનીયર વકીલશ્રીઓને પારાવાર મુશ્‍કેલીઓનો સામનો થઇ રહેલ છે તેમજ રાજકોટ બાર એસોસીએશનના ચૂંટાયેલા હોદેદારોનો પણ પ્રવેશ નીષેધ કરેલ છે. જેથી વકીલશ્રીઓના તથા કોર્ટ સબંધે ના સઘળા કાર્યો ઠપ્‍પ થયેલા છે.

ઉપરોકત વિગતે વકીલોને કોર્ટમાં પ્રવેશ બધી તથા એસોસીએશનના હોદેદારોને પ્રવેશ બંધી કરેલ હોય જેથી વકીલશ્રીઓની કાર્યવાહીમાં જે તમામ કાર્યો જેવા કે વેલ્‍ફેર, પત્ર વ્‍યવહાર, વન બાર વન વોટના ફોર્મ તેમજ કોર્ટ સાથેથી તમામ કાર્યવાહીઓ જે હોદેદારોએ લાયબ્રેરીમાંથી કરવાની હોય છે તે લાયબ્રેરી રૂમ બંધ હોય હોદેદારો તથા વકીલશ્રીઓને મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે.

કોર્ટોમાં પ્રવેશ નીષેધથી એડવોકેટ શ્રી ઓફીસર ઓફ ધી કોર્ટ હોવા છતાં રોડ ઉપર બેસીને કાર્યવાહી કરતા હોય તડકો તથા સામાન્‍ય પબ્‍લીકની વચ્‍ચે બેસીને કામ કરવુ પડતુ હોય જેથી વકીલોની ડીગ્નીટી અને ડેકોરેન્‍ડમ જળવાતુ નથી અને વધુમાં વકીલશ્રીઓને માનસીકયાતના તથા આર્થીક મુશ્‍કેલી તેમજ પારાવાર નુકશાની  ભોગવી રહ્યા છે જેથી તાત્‍કાલીક ધોરણે વર્તમાન વીકટ પરીસ્‍થીતીને ધ્‍યાને લ હાલની એસ.ઓ.પી.માં જરૂરી ફેરફાર કરી વકીલઓને ડીગ્નીટી સાથે કોર્ટ કમ્‍પાઉન્‍ડમાં પ્રવેશ આપવા તથા ફીઝીકલ કોર્ટો ચાલુ કરવા નમ્ર વિનંતી છે.

આવી વીકટ પરીસ્‍થિતિમાં જો હજુ પણ કોર્ટોની કાર્યવાહી શરૂ થાય તો પરીસ્‍થિતી  ખુબજ ગભીર શકયતાઓ છે તેમજ અન્‍ય રાજયોમાં આવી હાલની પરીસ્‍થિતીમાં પણ ન્‍યાયપાલીકાઓ ચાલુ છે.

અગાઉ પણ લોક ડાઉનના લાબા પીરીયડમાં માત્ર રાજકોટની કોર્ટોમાં ૭૦,૦૦૦ થી વધુ કેસોનો ભરાવો થયેલ છે અને હાલમાં આ આક વધીને ૧,૩૮,૦૦૦ થી વધુ કેસોએ પહોચી ગયેલ છે તેમજ પેન્‍ડેમીક કેસોનો નીકાલ થઇ ગયેલ હોવા છતા કેસોનો આંકડો ખુબજ વધી ગયેલ છે.

આતરરાષ્‍ટ્રીય સ્‍તરે જયારે કોવીડ નેએક નોર્મલ ફલુ તરીકે ગણી રોજીદી કાર્યવાહીઓ નીયમીત શરૂ કરેલ છે. ત્‍યારે હાલની પરીસ્‍થિતિને જરૂર કરતા વધુ ગંભીર રૂપ આપી ફકત કોર્ટ કાર્યવાહી બંધ કરવામાં આવેલ છે.

વર્તમાન સમયમા વકીલઓને પ્રથમ લોકડાઉનમાં તેમજ હાલના સમયથી એટલે કે લાંબા સમયથી પારાવાર આર્થિક નુકશાન ભોગવવી પડેલ હોય જેથી દરેક વકીલને પ્રતિ માસ રૂા.૧પ૦૦૦ સ્‍ટાઇપેન્‍ડ અપાવવા નમ્ર વિનંતી છે.

રાજકોટ બાર એશોસીએશનના વકીલઓ દ્વારા આ પરીસ્‍થિતિમા અમો હોદ્દેદારોને લેખીત રજુઆત થયેલ છેકે આ વિકટ પરીસ્‍થિતિનો તુરત જ નીકાલ નહી આવે તો ગાંધી ચીધ્‍યા માર્ગે આગળ વધવા ફરજ પડશે તથા તમામ લોક-અદાલતોનો બહિષ્‍કાર કરવાની જરૂર ફરજ પડશે.

ઉપરોકત તમામ રજુઆતોને તથા હકીકતોને ધ્‍યાને લઇ કોર્ટો ફીઝીકલી ચાલુ કરવા તથા કોર્ટ સકુંલમાં વકીલોને પ્રવેશ આપવા તાત્‍કાલીક ધોરણે હાલની એસ.ઓ.પી.માં ફેરફાર કરવા નમ્ર વિનંતી છે. તેમ બાર એસો.ની યાદીમાં જણાવાયું છે.

(2:35 pm IST)