Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અમદાવાદ શહેર પોલીસના ૩ એસીપી, ૨ પીઆઇ સહિત ૫૩૫ કર્મીઓ કોરોના પોઝિટિવ

અમદાવાદ,તા.૨૦: શહેરમાં કોરોનાનો કહેર વર્તી રહ્યો છે. સરકાર લોકોને સોશિયલ ડિસ્‍ટન્‍સ અને મેળાવડો સહિત મિટિંગો કરવાની ના પાડી રહી છે. ઓફિસોમાં પણ ૫૦ ટકા કે તેથી ઓછો સ્‍ટાફ રાખવા જણાવી રહયા છે ત્‍યારે મંગળવારે પોલીસ હેડ ક્‍વાર્ટરમાં યોજાયેલી અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી.
જેમાં શહેરના બે જેસીપી અને ૨ ડીસીપી સહિત અમુક અધિકારીઓ કોવિડ પોઝિટિવ આવ્‍યા છે. શહેરમાં ૩ એસીપી, ૨ પીઆઇ સહિત શહેરના ૫૩૫ પોલીસ કર્મીઓ કોવિડ પોઝિટિવ આવ્‍યા છે.
શહેર પોલીસમાં છેલ્લા કેટલાય સમયથી કોવિડ ૧૯ નો કહેર વધી રહ્યો છે. સરકાર આકરા નિયમો લાવી રહી છે પરંતુ આ નિયમોનું પાલન હજુ પણ અમુક અંશે થઈ રહ્યું છે બીજી તરફ કોવિડ ના કેસો વધી રહ્યા છે. શહેરમાં ૨ ડીસીપી, ૩ એસીપી, બે થી વધુ પીઆઇ કોવિડ પોઝિટિવ આવ્‍યા છે. એસીપીમાં રીમા મુન્‍સી, એ આર જનકાત સહિત ૩ છે જ્‍યારે પીઆઇમાં સોલા પીઆઇ જે પી જાડેજા, આનંદનગર પીઆઇ કે એસ પટેલ આવ્‍યા છે. જ્‍યારે આઇપીએસ અધિકારીઓના નામ ઉચ્‍ચ અધિકારીઓએ જાહેર કર્યા નથી. ઉલ્લેખનીય છે કે અમુક પોલીસકર્મીઓ અને અધિકારીઓના પરિવારજનો પણ કોરોના પોઝિટિવ આવી ગયા હતા.


 

(3:32 pm IST)