Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

એક બે નહિ, સુરતના પ૭ થી વધુ વેપારીઓનો માલ ઓળવી જવાતા ટેક્ષટાઇલ એસોસિએશન ચોંકી ઉઠેલ

રાજસ્‍થાન અને ઉત્તરપ્રદેશના શખ્‍સો દ્વારા ટ્રાન્‍સપોર્ટ કંપનીના નામે વ્‍યાપક છેતરપીંડી મામલે સીપી અજયકુમાર તોમરની જાગૃતિથી ધડાધડ પગલાંઓ શરૂ : બે શખ્‍સોની ધરપકડ, પીઆઇ વિજયસિંહ ગડેરિયા ટીમ સહિત સંબંધક પોલીસ મથકો દ્વારા ઠેર-ઠેર તલાસ : ભોગ બનેલ વેપારીઓને તાકીદે પોલીસનો સંપર્ક કરવા પોલીસ કમિશનર દ્વારા અપીલ

રાજકોટ તા.  ર૦ : સુરતના એક બે નહીં પરંતુ ૫૭ જેટલા કાપડ બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓ સાથે કેર યુનાઇટેડ એક્‍સપ્રેસ પ્રા.લી. નામની ટ્રાન્‍સપોર્ટ કંપની દ્વારા ઘણા વ્‍યપારીઓના માલ નિયત જગ્‍યા પર ન મોકલી તેમની સાથે છેતરપિંડી થયાની ઘટનાઓ સંદર્ભે ટેક્ષટાઇલ એસો. દ્વારા સુરતના જાગળત પોલીસ કમિશનર અજય કુમાર તોમર સાથે ખાસ બેઠક કરી રજૂઆત કર્યાના પગલે-પગલે તુરત જ સંબંધક પોલીસ મથકના પોલીસ ઇન્‍સ્‍પેકટરને ખાસ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા આપેલ સૂચના મુજબ ત્‍વરિત કાર્યવાહી થતાં વ્‍યપારીઓ દ્વારા પોલીસ કમિશનર પર પ્રસન્ન થઇ ઉઠ્‍યા છે.                                      
પુણે પોલીસ મથકમાં ફરિયાદી હરનાથભાઈ અજભાઈ પટેલ સહિત કુલ ૮ વેપારીઓ સામે ઉકત ટ્રાન્‍સપોર્ટ કંપની વિરૂદ્ધ છેતરપીંડીના કહેવાતા આરોપ સંદર્ભે ફરિયાદ દાખલ થયાના સંદર્ભે પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા બનાવવામાં આવેલ રણ નીતિ મુજબ પુણે પોલીસ મથકના પીઆઇ વિજય સિહ ગડેરિયાના સુપરવિઝન હેઠળ ટીમો દ્વારા ત્‍વરિત કાર્યવાહી શરૂ થયેલ. પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે.
પુણા પોલીસ  સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.યુ.ગડરીયાનાએ આરોપી તાત્‍કાલીક પકડવા અર્થે સુચના કરતા પો.સ.ઇ. એ.સી. સરવૈયા તથા અ.પો.કો. રણછોડભાઇ વાલાભાઇ બ.નં. રર૩૮ ની બાતમી આધારે આ કામના આરોપીઓ (૧) સંદીપ ગોપાલ શર્મા ઉ.વ.૩પ ધંધો ટ્રાન્‍સપોર્ટનો રહે. બી-૧-૭૦૩ પ્રમુખ આરણ્‍ય એપાર્ટમેન્‍ટ ગોડાદરા સુરત શહેર મુળ ગામ મોલાસર થાના-મોલાસર બાડ નંબર ર જી નાગોર (રાજસ્‍થાન) તથા (ર) ચંદ્રકાંત ઉર્ફે બબલુસિંઘ સન/ઓફ જગદીશ સિંઘ જાતે -સિંધ (રઘુવંશી) ઉ.વ.૪ર રહે. ઘર નં. ડી/૧૦૮ ઉત્‍સવ રેસીડેન્‍સી ડીંડોલી તળાવ પાસે ડીંડોલી સુરત શહેર મુળ ગામ અમરોળા થાના કેરાકત જીલ્લો - જોનપુર (ઉત્તરપ્રદેશ) નાઓએ તાત્‍કાલીક પકડી પાડવામાં આવેલ અને નામદાર કોર્ટના આદેશ અનુાસર આરોપીઓને અટક કરવા પહેલા આર.ટી.પી.સી.આર. ટેસટ કરવા તજવીજ કરવામાં આવેલ છે અને હાલમાં બન્ને આરોપીઓના આર.ટી.પી.સી.આર. ટેસ્‍ટ રીપોર્ટ આવેલ ના હોય જેથી બન્ને આરોપીઓને  હાલ અટક કરવામાં આવેલ નથી. ડીટેઇન કરી નજર કેદ રાખવામાં આવેલ છે.
તથા આ કામે પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી સલાબતપુરા પો. સ્‍ટે. નાઓએ આ કામના ઉપરોકત આરોપીઓ વિરૂધ્‍ધ સલાબતપુરા પો. સ્‍ટે. ફરીયાદ નં. એ ૧૧ર૧૦૦પપરર૦૦૬૧/ર૦રર ઇ.પી.કો. કલમ ૪૦૭,પ૦૪, પ૦૬(ર), ૧ર૦ (બી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જેમાં ફરીયાદ તથા અન્‍ય ૪૩ જેટલા વેપારીઓ તથા સાહેદો ના મળી કુલ રૂા. ૬,૦ર,૧૧પ/- ની છેતરપીંડીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
તથા ઉપરોકત બન્ને ગુનાની તપાસ દરમ્‍યાન સલાબતપરુા પો. સ્‍ટે. વિસ્‍તારના ૪૭ વેપારીઓ તથા પુણા પો. સ્‍ટે. વિસ્‍તારના કુલ ૧૦ વેપારીઓ મળી કુલે પ૭ વેપારીઓના આશરે કુલ રૂપિયા ૩પ થી ૪૦ લાખ રૂપિયાની છેતરપીીં થયેલ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જણાઇ આવેલ છે. જેથી ઉપરોકત કેશ યુનાઇટેડ એક્ષપ્રેસ પ્રા. લી. ટ્રાંસપોર્ટ તથા અલ્‍પી પાર્સલ એજન્‍સી તથા એપ્‍પલ લોજીસ્‍ટીક નામના ટ્રાન્‍સપોર્ટથી તથા આરોપીઓની છેતરપીંડીનો ભોગ બનનાર વેપારીઓનો તાત્‍કાલીક ધોરણે પુણા પોલીસ તથા સલાબતપુરા પોલીસનો સંપર્ક કરવા પોલીસ કમિશ્નર દ્વારા સુચના આપવામાં આવી છે.  

 

(3:33 pm IST)