Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ ડિસેમ્બર ૨૦૨૨માં યોજાશે: સી આર પાટીલ

અમદાવાદ ; ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ, કાર્યકરોને વર્ચ્યુઅલ નેટ દ્વારા સંબોધન કરતા કહ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યથાવત સમયે ૨૦૨૨માં યોજાશે. જોકે રાજકીય નિરીક્ષકો સતત આવી જાહેરાતને બીજી નજરે નિહાળી રહ્યા છે અને ગુજરાતમાં ઉત્તર પ્રદેશની ચૂંટણીના સારા પરિણામો બાદ તરત જ ચૂંટણી આવે તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે નહીં તેવી ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત પછી ગણતરીના દિવસોમાં જ અચાનક મુખ્યમંત્રી બદલાઈ ગયા તે સૌ કોઈ જાણે છે. આમ ભાજપ પ્રદેશ પ્રમુખની સતત સતત જાહેરાત છતાં ગુજરાતમાં ચૂંટણીઓ વહેલી આવે તેવી સંભાવના સતત જોવામાં આવી રહી છે.

(6:07 pm IST)