Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કમોસમી વરસાદની આગાહી અન્વયે ખેડુતોએ રાખવાની કાળજી : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા તા. ૨૧.સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમા તા. ૨૧. અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમા તા. ૨૨ના રોજ કમોસમી વરસાદની આગાહી ઉભા પાકોમાં વરસાદની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી.

અમદાવાદ :કૃષિ મંત્રી રાઘવજીભાઈ  પટેલે એક અખબારી યાદીમાં જણાવેલ છે. કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા. ૨૧. ૦૧. ૨૨ થી તા. ૨૨. ૧. ૨૦૨૨ દરમ્યાન વાદળછાયા વાતાવરણ અને છૂટા છવાયા કમોસમી વરસાદની આગાહી હોય જેને ધ્યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે. હાલમાં કાપણી કરેલ પાક તાત્કાલિક ધોરણે સલામત જગ્યાએ રાખવો. ખેડૂતે પોતાનો ઉત્પાદિત થયેલ પાક કે ખેતપેદાશ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો.

ઘાસચારો વિગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો અથવા તાડપત્રી ઢાંકીને રાખવો અને તાડપત્રી હાથવગી રાખવી. વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત જણસી ઢાંકીને લઈ જવી એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને વિનંતી છે.
હવામાનની સ્થિતિને ધ્યાને લઇ પાક સંરક્ષણના જરૂરી પગલા ભરવા. ઉભા પાકમાં પિયત અને દવા આપવાનું હાલ પૂરતું ટાળવું.
પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા. ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં રાખવો.
ઉભા પાકોમાં વરસાદની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી.  
પાકનુ નામ પાક અવસ્થા રોગ/જીવાત કૃષિ સલાહ  
રાઈ શીંગોનો વિકાસ સફેદ ગેરુ હળવા વરસાદની આગાહી હોઇ ઊભા પાકમાં પિયત અને દવા આપવાનુ હાલ પૂરતું ટાળવું.  
ચણા દાણા ભરાવા લીલી ઇયળ ચણાના પાકમાં લીલી ઇયળ અને લશ્કરી  ઇયળના કુદરતી નિયંત્રણ માટે પક્ષીઓને બેસવા માટે 'ટી" આકારના ટેકા મુકવા તેમજ ૩ થી ૪  ફેરોમેન ટ્રેપ ગોઠવવી.  
ઘઉં ગાભ/ફુલ અવસ્થા ઉધઇ હળવા વરસાદની આગાહી હોઇ ઊભા પાકમાં પિયત અને દવા આપવાનું હાલ પૂરતુ ટાળવું  
જીરુ ફૂલ અવસ્થા ચરમી/કાળી ચરમી હળવા વરસાદની આગાહી હોઇ ઊભા પાકમાં પિયત અને દવા આપવાનું હાલ પૂરતુ ટાળવું  
બટાટા કંદના વિકાસની અવસ્થા પાછોતરો સુકારો હળવા વરસાદની આગાહી હોઇ ઊભા પાકમાં પિયત અને દવા આપવાનું હાલ પૂરતુ ટાળવું  
દિવેલા પરીપકવ - પરીપક્વ ડોડવા/ગોગડાની લણણી કરવી.  
પશુપાલન દુધાળા પશુઓ તેમજ નવા જન્મેલા વાછરડાઓને શેડમાાં રાખવા. ખેતરમાં ખુલ્લામાં પડી રહેલ બાજરી/જુવાર, અન્ય ચારાનો સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવો.

(6:43 pm IST)