Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગોખલા ગામનો દીવમાં અને કપરાડાના ચાર ગામોનો કેન્દ્રસાશિત દાદરા અને નગર હવેલીમાં સમાવેશ થશે

ઘોઘાલા ગામનો એક વિસ્તાર દીવના યુટીમાં સામેલ કરવાનો નિર્ણય : ગોવામાં 28 જાન્યુઆરીએ યોજાનારી પશ્ચિમી પરિષદની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણયને ઔપચારિક બહાલી આપવામાં આવે તેવી શક્યતા

અમદાવાદ : ગુજરાતના દક્ષિણ છેડે દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામડાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દીવના કેન્દ્રશાસિત પ્રદેશની નજીક આવેલ એક ગામડાનો કેટલાક વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવવામાં આવ્યો છે. જેને પગલે કેન્દ્ર શાસિત પ્રદેશોનો પ્રવાસ વધુ મૈત્રીપૂર્ણ બને તેવી સંભાવના જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો ટૂંક સમયમાં પડોશી કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે. આ ગામોમાં મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ ગોખલા ગામનો એક વિસ્તાર દીવના કેન્દ્ર શાસિત પ્રદેશને સોંપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વલસાડના ચાર ગામોને દાદરા અને નગર હવેલીમાં અને ગુજરાતના ઘોઘાલા ગામનો એક વિસ્તાર દીવના યુટીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોવામાં 28 જાન્યુઆરીએ યોજાનારી પશ્ચિમી પરિષદની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણયને ઔપચારિક બહાલી આપવામાં આવે તેવી શક્યતા છે. 

(7:04 pm IST)