Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો

કોરોનાની ત્રીજી લહેર સુનામી બની : જો કેસની સંખ્યા અટકશે નહીં તો આગામી દિવસમાં રોજના ૫૦,૦૦૦થી ૧ લાખ કેસ નોંધાઈ શકે છે : ટાસ્ક ફોર્સે

અમદાવાદ, તા.૨૦ : ગુજરાતમાં  હવે કોરોનાની ત્રીજી લહેર સુનામી બની ચૂકી છે. એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધારે ૨૧,૦૦૦થી વધારે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે. જોકે સરકારને ૨૧ હજાર કેસ થયા ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સની યાદ આવી છે. ત્યારે ટાસ્ક ફોર્સે સરકારને ગંભીર ચેતવણી આપતાં કહ્યું કે જો કેસની સંખ્યા અટકશે નહીં તો આગામી દિવસમાં રોજના ૫૦,૦૦૦થી લાખ સુધીના કેસ નોંધાઈ શકે છે. ત્યારે ટાસ્ક ફોર્સે પણ ચેતવણી આપી દીધી છે. આવામા અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો છેઅમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ધરખમ વધારો થયો છે. હાલની સ્થિતિએ શહેરમાં ૧૦૪ વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ થયો છે. ગઈકાલે નવા ૧૯ વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. નવા ૧૯ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી ૧૧ પૂર્વ વિસ્તારના છે. જે બતાવે છે કે, શહેરના પશ્ચિમ વિસ્તાર બાદ હવે પૂર્વ વિસ્તારમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધી છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ૨૦ વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરાયા છે.

અમદાવાદમાં ગઈકાલે ,૫૨૯ કોરોનાના કેસો સહિત છેલ્લા દિવસમાં ૨૨,૩૩૧ કોરોનાના કેસો નોંધાયા છે. હજારોની સંખ્યામાં કોરોના કેસો આવવા છતાં હોસ્પિટલાઈઝેશનની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. છેલ્લા દિવસમાં ૨૨,૩૩૧ કેસ સામે અમદાવાદમાં ૪૩૦ જેટલા કોરોના દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ૭૫, જ્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૫ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. જીફઁ હોસ્પિટલમાં પણ ૭૫ જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદની ખાનગી કોવિડ૧૯ હોસ્પિટલમાં ૨૫૫ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ ખાનગી કોવીડ હોસ્પિટલમાં ઉપલબ્ધ કુલ ,૮૮૫ બેડમાંથી ,૬૩૧ બેડ ખાલી, માત્ર ટકા બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે.

અમદાવાદની ખાનગી કોવિડ૧૯ હોસ્પિટલમાં ૨૫૪ માંથી કોરોનાગ્રસ્ત દર્દીઓ ICU વિથ વેન્ટિલેટર પર, ૧૬ દર્દીઓ ICU વિથઆઉટ વેન્ટિલેટર પર, ૭૫ દર્દીઓ HDU બેડ પર તો ૧૫૬ જેટલા દર્દીઓ હાલ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. અમદાવાદની ૫૭ ખાનગી હોસ્પિટલમાં હાલ કોરોનાના દર્દીઓની સારવાર માટે ,૭૪૪ બેડ ઉપલબ્ધ છે. સિવાય ખાનગી પ્રાઈવેટ કોવીડ કેર સેન્ટરમાં ૧૫૧ આઈસોલેશન બેડ ઉપલબ્ધ છે.

અમદાવાદની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોટાભાગના દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. હાલ સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓમાં વેકસીનનો એકપણ ડોઝ ના લીધો હોય અથવા એક ડોઝ લીધો હોય એવા મહત્તમ દર્દીઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ૧૬ જાન્યુઆરીએ ૩૩૧૫, ૧૭ જાન્યુઆરીએ ,૪૦૯, ૧૮ જાન્યુઆરીએ ,૦૭૮ અને ૧૯ જાન્યુઆરીએ ,૫૨૯ કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે.

(10:11 pm IST)