Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

માર્ગો પર કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી શરૂ કરવાનો નિર્ણય

ટેસ્ટિંગ ડોમ ઉપર ભીડ વધતા મહત્વનો નિર્ણય : વધી રહેલા કોરોના સંક્રમણને જોતા ટેસ્ટિંગ ડોમ ઉપર ૫૦ કીટ અપાતી હતી, હવે ૧૦૦ થી વધુ કીટ અપાશે

અમદાવાદ, તા.૨૦ : ગુજરાતમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. કોરોનાને કારણે અમદાવાદમાં અફરાતફરી મચી છે. કોરોનાના કેસ વધતા હવે શહેરમાં ઠેર-ઠેર ટેસ્ટિંગ માટે લાઈનો લગાવી રહ્યાં છે. તંત્ર દ્વારા ઉભા કરાયેલાં ટેસ્ટિંગ ડોમમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં માર્ગો પર કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે લોકોને ફરીથી શહેરમાં કોરોના ડોમ દેખાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોર્પોરેશન દ્વારા મોટો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેસ્ટિંગ ડોમ ઉપર ભીડ વધતા મહત્વનો નિર્ણય લેવાયો છે. વધી રહેલા કોરોના સંક્રમણને જોતા ટેસ્ટિંગ ડોમ ઉપર હવેથી વધુ કીટ આપવામાં આવશે. અત્યાર સુધી ૫૦ કીટ અપાતી હતી, હવે ૧૦૦ થી વધુ કીટ આપવામાં આવશે. ટેસ્ટિંગ ડોમ ઉપર સાંજે .૩૦ સુધી કોરોના ટેસ્ટ થઈ શકશે. જ્યારે છસ્ઝ્ર ના ૧૦ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર રાતના ૧૦ વાગ્યા સુધી ટેસ્ટ થશે. તમામ ૧૦ સેન્ટરો પર ટેસ્ટિંગ સમયની સૂચના મુકવાની રહેશે. કારોબારી સમિતિમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં કોરોના વિસ્ફોટ થઈ ચૂક્યો છે. કોરોનાની ત્રીજા વેવની આશંકા સેવવામાં આવી રહી હતી, જે હવે ધીમેધીમે સાચી સાબિત થઈ રહી છે. દરરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશ-દુનિયામાં કોરોના સામે લડવા માટે કોરોના વેક્સિનેશન એકમાત્ર આપણી પાસે ઉપાય છે. બીજી બાજુ જાણવા મળી રહ્યું છે કે, કોરોના વેકસીનના બીજા ડોઝ મામલે AMC હવે ધડાધડ નિર્ણયો કરવા માંડ્યું છે. આજે પુનઃ મહત્વનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ છસ્ઝ્ર એ શરૂ કરેલા ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. કોરોનાના લક્ષણો ધરાવતા લોકો હવે સામે ચાલીને તંત્ર દ્વારા ઉભા કરાયેલાં ડોમ પર જઈને ટેસ્ટ કરાવી રહ્યાં છે. રેપીડ ટેસ્ટ બાદ પણ જો લક્ષણો જાણાય તો તાત્કાલિક આરટીપીસીઆર ટેસ્ટ માટે પણ રિફર કરવામાં આવે છે. તંત્ર દ્વારા અમદાવાદમાં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું. જ્યારે અન્ય કોરોનાના દર્દીઓ હવે સીધા સીટી સ્કેન કરાવતા થયા છે.

(10:12 pm IST)