Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વડોદરામાં બેકાબૂ કાર ક્રૉકરી સ્ટોરમાં ઘુસી :મહિલાએ બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધું :દુર્ઘટનાનો વિડિઓ વાયરલ

અલકાપુરી વિસ્તારમાં બનાવ :સ્ટોરની અંદર ગ્રાહક અને કામ કરી રહેલા કર્મચારી કારની ટક્કર બાદ દોડતા થઇ ગયા

વડોદરામાં બેકાબૂ કાર ક્રૉકરી સ્ટોરમાં ઘુસી ગઇ હતી. આ કારને એક મહિલા ચલાવી રહી હતી અને તેને બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધુ હતુ. જે બાદ ગાડી એક ક્રૉકરી સ્ટોરમાં ઘુસી ગઇ હતી. આ દૂર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં એક મહિલા પોતાની કાર લઇને જતી હતી. અચાનક તે કાર પર નિયંત્રણ ગુમાવી દીધો હતો. આ દરમિયાન તેને બેકાબૂ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલાએ ગભરાઇને બ્રેકની જગ્યાએ એક્સીલેટર જોરથી દબાવી દીધુ હતુ. જે બાદ કાર રસ્તા કિનારા પર આવેલી એક દુકાનમાં ઘુસી ગઇ હતી. સ્ટોરમાં કારના ટકરાવાથી થયેલા અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા.

 

સ્ટોરની અંદર ગ્રાહક અને કામ કરી રહેલા કર્મચારી કારની ટક્કર બાદ દોડતા થઇ ગયા હતા. ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં જોકે, કોઇ નુકસાન થયુ નહતુ પણ સ્ટોરના માલિકને નુકસાન થયુ છે. મોટી સંખ્યામાં સ્ટોરમાં રાખેલો સામાન કારની ટક્કરથી ચકનાચૂર થઇ ગયો હતો.

(10:48 pm IST)