Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

આદિત્‍ય બિરલા સન લાઈફ મ્‍યુચ્‍યુઅલ ફંડ દ્વારા મલ્‍ટી એસેટ એલોકેશન ફંડ લોન્‍ચ

(કેતન ખત્રી), અમદાવાદઃ આદિત્‍ય બિરલા કેપિટલ માર્કેટ લિમીટેડની પેટાકંપની તેમજ આદિત્‍ય બિરલા સન લાઇફ મ્‍યુચ્‍યુઅલ ફંડની ઇન્‍વેસ્‍ટમેન્‍ટ મેનેજર આદિત્‍ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડએ મલ્‍ટી એસેટ એલોકેશન ફંડ લોન્‍ચ કર્યુ છે જે ઇક્‍વિટી, ડેટ અને કોમોડિટીઝમાં રોકાણ કરતી ઓપન એન્‍ડેડ સ્‍કીમ છે. ફંડ મિલકતોમાં ઇષ્ટતમ ભારાંકની ફાળવણી કરીને જોખમ અને વળતરનું સંતુલન રાખવાના પ્રયત્‍નમાં વિવિધ પ્રકારના મિલકત વર્ગમાં તેના રોકાણને વૈવિધ્‍યકળત્ત બનાવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરશે.

જાન્‍યુઆરી સુધી ખુલ્લુ રહેશે. આ લોન્‍ચ પર ટિપ્‍પણી કરતા આદિત્‍ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડના એમડી અને સીઇઓ શ્રી એ. બાલાસુબ્રમણ્‍યમએ જણાવ્‍યું હતુ કે, ‘આદિત્‍ય બિરલ સન લાઇફ મલ્‍ટી એસેટ એલોકેશન ફંડ રોકાણકારોને પ્રત્‍યેક મિલકત વર્ગમાં સારી રીતે વૈવિધ્‍યકળત્ત ઓફરિંગમાં એક્‍સેસ પૂરો પાડે છે. તે નવા અને અનુભવ રોકાણકારો એમ બન્‍ને મટે ઉત્‍કળષ્ટ રોકાણ વિકલ્‍પ હોવાનું જણાવેલ.

(3:46 pm IST)